દિલ્હી : રોહિણી વિસ્તારમાં એક ફ્લેટમાં ચાલતો હતો દેહ વ્યાપાર, આઠની ધરપકડ

05 August, 2022 12:59 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

ગુપ્ત માહિતીને આધારે પોલીસે કરી હતી હાર્યવાહી

પ્રતીકાત્મક તસવીર

ગુરુવારે દિલ્હીના રોહિણી સૅક્ટર-૧૭માં એક ફ્લેટની અંદર ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. રોહિણી સૅક્ટર-૧૭ વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં દેહવ્યાપારનો ધંધો ચાલતો હતો. સ્થાનિક લોકોની ફરિયાદના આધારે પોલીસે ફ્લેટના બીજા માળે આવેલા એક ફ્લેટમાં દરોડો પાડીને એક દલાલ અને સાત મહિલાઓને પકડી પાડી હતી.

પોલીસે કેસ નોંધીને દલાલની ધરપકડ કરી છે. જ્યારે મહિલાઓને નોટિસ આપીને તપાસમાં જોડાવા જણાવ્યું છે. આરોપી દલાલ આ ધંધામાં આ પહેલા પણ જેલ જઈ ચૂક્યો છે. તે છેલ્લા એક મહિનાથી અહીં ધંધો કરતો હતો. ધરપકડ કરાયેલી તમામ મહિલાઓ પરિણીત છે અને પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે આ ધંધામાં આવી હોવાની માહિતી મળી છે.

આરોપીની ઓળખ દીપ વિહારના રહેવાસી વિક્રમ તરીકે થઈ છે. ત્રીજી ઓગસ્ટે કેએન કાટજૂ માર્ગ પોલીસ સ્ટેશનમાં તહેનાત હવાલદારને સ્થાનિક લોકોએ રોહિણીના સેક્ટર-૧૭માં એક ફ્લેટમાં દેહ વ્યાપાર ચાલતો હોવાની માહિતી આપી હતી. કોન્સ્ટેબલે તેના વરિષ્ઠ અધિકારીઓને આ અંગે જાણ કરી હતી. ત્યારબાદ તેમણે ફ્લેટ પર રેડ પાડીને આ રૅકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે, આરોપી વિક્રમ બે બાળકોનો પિતા છે. દેહ વ્યાપારના ધંધા માટે વર્ષ ૨૦૧૭માં તેની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે આ પર્દાફાશમાં પકડાયેલી બધી જ મહિલાઓના લગ્ન થઈ ગયા છે. તેઔ પોતાની જરુરિયાતો પુર્ણ કરવા માટે આ ધંધો કરતી હોવાનું જણાવ્યું હતું.

national news new delhi