પ્રિયંકા ગાંધીએ નવરેહના બદલે પાઠવી નવરોઝની શુભકામના, યૂઝર્સ સુધારી ભૂલ

06 April, 2019 05:46 PM IST  |  નવી દિલ્હી

પ્રિયંકા ગાંધીએ નવરેહના બદલે પાઠવી નવરોઝની શુભકામના, યૂઝર્સ સુધારી ભૂલ

પ્રિયંકા ગાંધી આવ્યા સોશિયલ મીડિયા યૂઝર્સના નિશાને

પ્રિયંકા ગાંધીએ આજે ટ્વિટર પર ભૂલથી યૂઝર્સને નવરેહના બદલે નવરોઝની શુભકામના આપી. આ ટ્વીટ બાદ લોકોએ તેમને યાદ અપાવ્યું કે આજે નવરેહ છે, નવરોઝ નથી. પ્રિયંકાના આ ટ્વીટ પર પાકિસ્તાન મૂળના લેખક તારીક ફતેહે કહ્યું કે, ડિયર પ્રિયંકા  નવરોઝ ગયા મહિને હતું, આજે નવરેહ છે.

પ્રિયંકાએ ટ્વિટર પર લખ્યું કે મારા કશ્મીરી ભાઈઓ અને બહેનોને નવરોઝની શુભકામનાઓ. મારી માતાએ કહ્યું હતું કે, થાળી બનાવવાનું ભૂલતી નહીં. તેમ છતાં મને થાળી બનાવવાનો સમય ન મળ્યો. પરંતુ રોડ શો બાદ જ્યારે હું ઘરે પહોંચી ત્યારે મને ડાઈનિંગ ટેબલ પર સજાવેલી થાળી મળી. મા કેટલી પ્રેમાળ હોય છે.


આ ટ્વીટ બાદ કેટલાક યૂઝર્સે તેમને શુભકામનાઓ આપી પરંતુ કેટલાક લોકોએ તેને યાદ અપાવ્યું કે આજે નવરેહ છે, નહીં કે નવરોઝ. દેશના અલગ અલગ હિસ્સાઓમાં તેને અલગ અલગ નામથી ઉજવવામાં આવે છે.

એક ટ્વિટક યૂઝરે એમ પણ કહ્યું કે, તમારા દિવંગત દાદા ફિરોઝ ગાંધી પારસી હતા અને દિવંગત પરનાના જવાહરલાલ નહેરુ કશ્મીરી પંડિત થતા તમને નવરોઝ અને નવરેહનો ફરક ખબર નથી.

નવરોઝ અને નવરેહ વચ્ચેનું અંતર
નવરોઝ ઈરાનીઓને તહેવાર છે, જ્યારે નવરેહ કશ્મીરી પંડિતો ઉજવે છે.

priyanka gandhi jawaharlal nehru congress