યુપીની ચૂંટણીમાં મુખ્ય પ્રધાન તરીકેના ચહેરા મામલે પ્રિયંકા ગાંધીનો યુ ટર્ન

23 January, 2022 09:36 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં મુખ્ય પ્રધાનનો ચહેરો બનવાના મામલે કૉન્ગ્રેસનાં જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી વાડ્રાએ ફેરવી તોળ્યું હતું

નવી દિલ્હીમાં મીડિયા સાથેની વાતચીત દરમ્યાન કૉન્ગ્રેસનાં જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી વાડ્રા

ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં મુખ્ય પ્રધાનનો ચહેરો બનવાના મામલે કૉન્ગ્રેસનાં જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી વાડ્રાએ ફેરવી તોળ્યું હતું. 
એએનઆઇ સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે ‘ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં હું કૉન્ગ્રેસનો ચહેરો બનીશ એવી વાત મેં કહી નથી, પરંતુ વારંવાર આવો સવાલ પૂછતા ચીડાઈને મેં આ પ્રમાણેનો જવાબ આપ્યો હતો.’ 
શુક્રવારે પક્ષનો ચૂંટણીઢંઢેરો જાહેર કરતી વખતે પ્રિયંકાને પૂછવામાં આવ્યું હતું કે પક્ષનો મુખ્ય પ્રધાન પદનો ચહેરો કોણ હશે? તો એના જવાબમાં તેમણે કહ્યું હતું કે કૉન્ગ્રેસ તરફથી તમને બીજો કોઈ ચહેરો દેખાય છે ખરો? 

પ્રશાંત કિશોર સાથે વાત આગળ ન વધી 
ગયા વર્ષે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને કૉન્ગ્રેસમાં સામેલ કરવાની વાત થઈ રહી હતી પરંતુ તે વાત આગળ વધી શકી નહોતી. પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે ‘એના અનેક કારણો હતાં. કેટલાંક એમનાં હતાં તો કેટલાંક અમારાં હતાં. કેટલીક વાત પર અમે સહમત થઈ શકે એવી પરિસ્થિતિ નહોતી.’ પ્રશાંત કિશોરે ગયા વર્ષે સોનિયા, રાહુલ અને પ્રિયંકા સાથે ઘણી લાંબી ચર્ચાઓ કરી હતી. પ્રશાંત કિશોર રાહુલ ગાંધીના ઘરે જતા, તેઓ કૉન્ગ્રેસમાં જશે એવી વાતો પણ ઊડી હતી. 

national news congress uttar pradesh assembly elections priyanka gandhi