મિર્ઝાપુરમાં પ્રિયંકા ગાંધીની અટકાયત, પ્રિયંકાએ શરૂ કર્યા ધરણા

19 July, 2019 03:52 PM IST  |  નવી દિલ્હી

મિર્ઝાપુરમાં પ્રિયંકા ગાંધીની અટકાયત, પ્રિયંકાએ શરૂ કર્યા ધરણા

મિર્ઝાપુરમાં પ્રિયંકા ગાંધીની અટકાયત

સોનભદ્રમાં નરસંહારના પીડિતોને મળવા જઈ રહેલા પ્રિયંકા ગાંધીની શુક્રવારે બપોરે અટકાયત કરવામાં આવી છે. આ પહેલા વારાણસી ટ્રોમા સેન્ટરથી પ્રિયંકાનો કાફલો જેવો મિર્ઝાપુરના રસ્તે સોનભદ્ર રવાના થયો કે તરત જ નારાયણપુર પાસે જવાથી તેમની રોકી દેવામાં આવ્યા.

કાફલાને રોકવામાં આવતા પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના નેતાઓ ઘટના સ્થળ પર જ ધરણા પર બેસી ગયા. ત્યાં જ પ્રિયંકાની અટકાયત કરવામાં આવતા પૂર્વાંચલમાં રાજનૈતિક હલચલ વધી ગઈ છે.

પ્રિયંકા ગાંધીએ રસ્તા પર ધરણા ચાલુ કર્યા હોવાની સૂચના મળતા જ પ્રશાસન પર દબાણ વધ્યું અને મોટા અધિકારીઓ સક્રિય થઈ ગયા. પોલીસ પ્રશાસન પ્રિયંકા અને કોંગ્રેસીઓને કલમ 144 લાગૂ હોવાની જાણકારી આપીને ધરણા ખતમ કરાવવાના પ્રયાસમાં લાગ્યું છે. ઘટના સ્થળ પર કોંગ્રેસીઓ જમા થવાનું શરૂ થઈ ગયું છે. કાયદો અને વ્યવસ્થાનો હવાલો આપીને પ્રિયંકા ગાંધીને ધરણા સ્થળેથી હટાવવામાં આવ્યા અને તેમની અટકાયત કરીને ચુનાર કિલા સ્થિત ડાક બંગલામાં મોકલી દેવામાં આવ્યા છે.

આ પણ જુઓઃ જાણો હાલ શું કરી રહ્યા છે 'દેશ રે જોયા દાદા પરદેશ જોયા'ના કલાકારો

ચુનાર બંગલામાં પણ ધરણા
ચુનાર કિલામાં આવેલા ગેસ્ટ હાઉસના ગેટની બહાર પણ થોડા સમય માટે પ્રિયંકા ગાંધી વાડ્રા ધરણા પર બેસી ગઈ અને કાર્યકર્તાઓની ભીડ વચ્ચે તેણે કાર્યકર્તાઓને સંબોધિત પણ કર્યા. પ્રિયંકાએ પોતાના સંબોધનમાં કહ્યું કે, "મારી ધરપકડનો કોઈ પણ કાગળ તંત્ર નથી બતાવી રહ્યું. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બરાબર નથી. અધિકાર માંગી રહેલા લોકો પર હુમલો કરવામાં આવ્યો, ગોળીઓ ચલાવવામાં આવી. અહીંથી મને ભલે ગમે ત્યાં લઈ જાય પરંતુ હું પીડિતોને મળ્યા વગર નહીં જ જાઉં."

priyanka gandhi national news