PM મોદીએ શરૂ કર્યું આત્મનિર્ભર ઉત્તર પ્રદેશ રોજગાર અભિયાન, કહ્યું આ...

26 June, 2020 01:14 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

PM મોદીએ શરૂ કર્યું આત્મનિર્ભર ઉત્તર પ્રદેશ રોજગાર અભિયાન, કહ્યું આ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

લૉકડાઉનમાં મહાનગરોથી ઉત્તર પ્રદેશ પાછાં ફરેલા મજૂરો અને કામગારો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે 'આત્મનિર્ભર ઉત્તર પ્રદેશ રોજગાર અભિયાન' શરૂ કરી દીધું છે. પીએમ મોદીએ આની જાહેરાત વીડિયો કૉન્ફ્રેન્સિંગ દ્વારા કરી. પીએમ મોદીએ અહીં રિમોટ દ્વારા આ યોજનાનું શુભારંભ કર્યું. તેમની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ જોડાયા.

સીએમ આદિત્યનાથ યોગીએ યોજનાની માહિતી આપતાં જણાવ્યું કે રાજ્યમાં પાછાં આવેલા પ્રવાસી મજૂરોને હોમ ક્વૉરંટીનમાં રાખવામાં આવી રહ્યા છે, ક્વૉરંટીન સમય પૂરું થયા પછી, મજૂરો માટે પર્યાપ્ત સંખ્યામાં નોકરી આપવા માટે આ યોજના તૈયાર કરવામાં આવી છે. આ માટે આ શ્રમિકોની સ્કિલ મેપિંગ કરવામાં આવી છે. કોવિડ-19 મહામારી વચ્ચે દેશભરમાં લાગૂ પાડવામાં આવેલ લૉકડાઉનને કારણે ઉત્તર પ્રદેશમાં લગભગ 35 લાખથી વધારે મજૂરો ઘરે પાછાં આવ્યા છે. વર્તમાનમાં ઉત્તર પ્રદેશના 31 જિલ્લામાં 25,000 મજૂરો પાછાં આવ્યા છે.

કેન્દ્રની મોદી સરકારની આ યોજનામાં આ પાછાં ફરેલા મજૂરોને રોજગાર આપવા, સ્થાનિક બિઝનેસને પ્રમોટ કરવા અને ઔદ્યોગિક સંસ્થાઓ સાથે પાર્ટનરશિપ કરી રોજગારના અવસર વધારવાનો લક્ષ્ય છે. આ યોજનાને લઈને સરકારે કહ્યું કે મજૂરો માટે તેમના પોતાના રાજ્ય અને ઘરની આસપાસ જ રોજગાર ઉપલબ્ધ કરાવવાનું કામ યુદ્ધ સ્તરે કરવામાં આવી રહ્યું છે. મજૂરોના હિતની સુરક્ષા માટે એક આયોગનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.

વડાપ્રધાને આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં રાજ્યના છ જિલ્લાના ગ્રામીણો સાથે પણ વાત કરી. કેટલાક એવા લોકોને આ કાર્યક્રમ સાથે જોડવામાં આવ્યા, જેમણે પોતાનું ઉદ્યમ શરૂ કર્યું છે. આ જિલ્લાના ગામડાઓને આ પ્રોગ્રામ દ્વારા સામૂહિક કેન્દ્રો અને કૃષિ વિાન કેન્દ્રો સાથે જોડવામાં આવ્યા, જેમાં સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવામાં આવ્યું છે.

પીએમ મોદીએ આ નાના ઉદ્યમીઓ સાથે વાત કરતાં તેમણે કહ્યું કે દેશની બધી સરકારોએ આમની પાસેથી શીખવું જોઇએ. આ લોકોએ આપત્તિને અવસરમાં બદલી છે અને આપણે પણ એ જ કરવાનું છે. સ્વરોજગાર પર નિર્ભર આ લોકોના વખાણ કરતાં પીએમ મોદીએ કહ્યું કે 'જે લોકો નાના કામથી શરૂ કરે છે, તે જ મોટું કામ કરે છે. તે લોકો જ આગળ વધે છે, જેમને વારસામાં મળે છે, તે ક્યારેક ક્યારેક ગબડી પડે છે.'

પીએમએ યૂપીના સીએમ યોગી આદિત્યનાથ સરકારના વખાણ કરતા કહ્યું કે દેશની અન્ય સરકારોએ આ સરકાર પાસેથી શીખવાની જરૂર છે. યૂપીની સરકાર અને 24 કરોડ લોકોએ આ સંકટમાં ખૂબ જ સમજદારી અને સાહસથી કામ કર્યું છે. તેમણે કહ્યું કે યૂપીના આંકડામાં વિશ્વના એક્સપર્ટ્સને ચકિત કરી દેવાની ક્ષમતા છે. રાજ્યમાં દરેકે નિષ્ઠાથી પોતાનું યોગદાન આપ્યું છે.

uttar pradesh national news narendra modi yogi adityanath