મહિલા અનામત પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો મહિલાઓને પત્ર

15 April, 2026 10:24 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

આપણે ભારતની દીકરીઓને તેમના અધિકારો માટે વર્ષો સુધી રાહ જોવાનું ન કહી શકીએ

નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર ભારતભરની મહિલાઓને સમર્પિત એક પત્ર શૅર કર્યો હતો, જેમાં લોકસભા અને ૨૦૨૯ની વિધાનસભાની ચૂંટણીમાં મહિલા અનામતના મહત્ત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. તેમણે તમામ રાજકીય પક્ષોને મહિલા અનામત કાયદા સાથે જોડાયેલા આગામી બંધારણીય સુધારાને સમર્થન આપવા વિનંતી કરીને કહ્યું હતું કે ‘ભારતની દીકરીઓને તેમના અધિકારો માટે રાહ જોવા મજબૂર કરી શકાતી નથી. દીકરીઓ માટે યોગ્ય રીતે જે તેમનું છે એના માટે અનંત રાહ જોવાનું કહી શકાય નહીં. જો ૨૦૨૯ની લોકસભા અને વિવિધ વિધાનસભાઓની ચૂંટણીઓ મહિલાઓ માટે સંપૂર્ણ અનામત સાથે યોજવામાં આવે તો ભારતીય લોકશાહી વધુ મજબૂત અને ગતિશીલ બનશે. મહિલાઓ જ્યારે ઘણાં ક્ષેત્રોમાં ઉત્તમ કાર્ય કરી રહી છે ત્યારે કાયદાકીય સંસ્થાઓમાં મહિલાઓની ભાગીદારી વધવી જોઈએ એ યોગ્ય છે.’

નરેન્દ્ર મોદીના પત્રના ૩ મુદ્દા
 જ્યારે મહિલાઓ ઘણાં ક્ષેત્રોમાં ઉત્તમ કાર્ય કરી રહી છે ત્યારે વિધાનસભાઓમાં મહિલાઓની ભાગીદારી વધે એ જ યોગ્ય છે.
 જો ૨૦૨૯ની લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ મહિલાઓ માટે સંપૂર્ણ અનામત સાથે યોજાશે તો લોકશાહી વધુ મજબૂત બનશે.
 હું તમને વિનંતી કરું છું કે તમે તમારા સ્થાનિક સંસદસભ્યોને લખો અને આ ઐતિહાસિક સંસદ-સત્રમાં ભાગ લેવા તેમને પ્રોત્સાહિત કરો.

નેપાલના વડા પ્રધાન બાલેન શાહે વડા પ્રધાન નરેન્દ્ર
મોદીની ભારત-મુલાકાતના આમંત્રણનો સ્વીકાર કર્યો નેપાલના વડા પ્રધાન બાલેન્દ્ર ‘બાલેન’ શાહે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભારતની મુલાકાતના આમંત્રણનો સ્વીકાર કર્યો હતો. આ સંદર્ભમાં નેપાલના વિદેશપ્રધાન શિશિર ખાનાલે કહ્યું હતું કે નેપાલ સરકારે આમંત્રણ સ્વીકાર્યું છે અને બન્ને દેશોનાં વિદેશમંત્રાલયો હવે મુલાકાત માટે તૈયારીઓ કરી રહ્યાં છે. તેમણે સંકેત આપ્યો હતો કે નવી દિલ્હીની યાત્રા બાલેન શાહના વડા પ્રધાનપદ સંભાળ્યા પછીનો પ્રથમ મોટો રાજકીય પ્રવાસ હશે.

national news india narendra modi indian government parliament