આને કહેવાય સ્વચ્છ ભારત પ્રત્યેનું કમિટમેન્ટ

20 June, 2022 08:45 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વડા પ્રધાન નરેન્દ્ર મોદી નવી શરૂ કરાયેલી ટનલનું ઇન્સ્પેક્શન કરી રહ્યા હતા ત્યારે તેમને ત્યાં કચરો દેખાયો હતો

નવી દિલ્હીમાં એક ટનલના ઉદ્ઘાટન બાદ ઇન્સ્પેક્શન દરમ્યાન કચરો દેખાતાં મોદીએ એ જાત ઉપાડીને ઉદાહરણ આપ્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે નવી દિલ્હીમાં પ્રગતિ મેદાન ઇન્ટિગ્રેટેડ ટ્રાન્ઝિટ કૉરિડોર પ્રોજેક્ટની મુખ્ય ટનલ અને પાંચ અન્ડરપાસનું ઉદ્ઘાટન કર્યું હતું.

આ ઉદ્ઘાટન કાર્યક્રમ દરમ્યાન વડા પ્રધાને ‘સ્વચ્છ ભારત’ પ્રત્યેનું તેમનું કમિટમેન્ટ બતાવ્યું હતું.

તેઓ નવી શરૂ કરાયેલી ટનલનું ઇન્સ્પેક્શન કરી રહ્યા હતા ત્યારે તેમને ત્યાં કચરો દેખાયો હતો. વડા પ્રધાને ઝૂકીને એ કચરો ઉપાડીને સફાઈ કરી હતી.

પીએમઓ (પ્રાઇમ મિનિસ્ટર્સ ઑફિસ) અનુસાર આ ઇન્ટિગ્રેટેડ ટ્રાન્ઝિટ કૉરિડોર પ્રોજેક્ટ એ પ્રગતિ મેદાન રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો મહત્ત્વનો ભાગ છે.

920 કરોડ
રૂપિયાથી વધુનો ખર્ચ થયો છે ઇન્ટિગ્રેટેડ ટ્રાન્ઝિટ કૉરિડોર પ્રોજેક્ટ માટે. 

national news narendra modi