દુનિયાના સૌથી પૉપ્યુલર નેતા બન્યા નરેન્દ્ર મોદી

26 March, 2026 07:02 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

અમેરિકાની કંપનીએ કરેલા સર્વેમાં તેમને મળ્યું ૬૮ ટકા અપ્રૂવલ રેટિંગ, ડોનલ્ડ ટ્રમ્પ ૩૯ ટકા રેટિંગ સાથે ઘણા પાછળ રહી ગયા

નરેન્દ્ર મોદી

અમેરિકાની ડેટા ઍનૅલિસિસ કંપની મૉર્નિંગ કન્સલ્ટે કરેલા વૈશ્વિક સર્વે અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર દુનિયાના સૌથી લોક‌પ્રિય લોકતાંત્રિક નેતા બન્યા છે. તેઓ ૬૮ ટકાના જબરદસ્ત અપ્રૂવલ રેટિંગ સાથે પહેલા સ્થાને આવ્યા છે, જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ માત્ર ૩૯ ટકા વોટ સાથે ઘણા પાછળ છે. ગ્લોબલ લીડર અપ્રૂવલ રેટિંગ ટ્રૅકરનો આ ડેટા નરેન્દ્ર મોદીની ઘર-ઘરમાં લોકપ્રિયતા અને વધતું જતું આંતરરાષ્ટ્રીય સન્માન દર્શાવે છે. આ ડેટાના આધારે નરેન્દ્ર મોદી દુનિયાના અન્ય પ્રમુખ અર્થવ્યવસ્થાઓના તેમના સમકક્ષોથી ઘણા આગળ છે. આ સર્વેમાં સ્વિટ્ઝરલૅન્ડના રાષ્ટ્રપતિ ગાય પાર્મેલિન અને સાઉથ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગ બન્ને ૬૨ ટકા અપ્રૂવલ રેટિંગ સાથે બીજા સ્થાને છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પના અપ્રૂવલ રેટિંગમાં છેલ્લા લગભગ ૭ મહિનાથી સતત ઘટાડો થતો આવ્યો છે અને હાલમાં એ ૩૯ ટકા જ રહ્યું છે.

national news india narendra modi indian government political news united states of america