Coronavirus: આયુષ પેશાવારો સાથે વડાપ્રધાને કરી વીડિયો કૉન્ફ્રન્સ ચર્ચા

28 March, 2020 05:14 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

Coronavirus: આયુષ પેશાવારો સાથે વડાપ્રધાને કરી વીડિયો કૉન્ફ્રન્સ ચર્ચા

વડાપ્રધાને કરી વીડિયો કૉન્ફ્રેન્સિંગ દ્વારા ચર્ચા

કોરોના વાયરસ મહામારી વિશે આયુષ (AYUSH) પેશાવારો સાથે શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કૉન્ફરન્સ દ્વારા ચર્ચા કરી. વડાપ્રધાને આયુષ દવા નિર્માતાઓને પોતાના સંસાધનોનો ઉપયોગ કરી સેનિટાઇઝર જેવી આવશ્યક વસ્તુઓના ઉત્પાદનની સલાહ આપી. સાથે ટેલીમેડિસિનના પ્લેટફૉર્મનો ઉપયોગ કરીને મહામારી સામે લડવા માટે જાગૃતતા ફેલાવવા પણ કહ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, "આ મહામારીના પડકાર સામે લડવા માટે દેશને બધાં જ સ્વાસ્થ્ય સેવા કર્મીઓનો ઉપયોગ કરવા માટે તૈયાર રહેવું જોઇએ. સરકાર જરૂર પડ્યે આુષ સાથે જોડાયેલા પ્રાઇવેટ ડૉક્ટરોની મદદ લેશે." જણાવીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 14 એપ્રિલ સુધી આખા દેશમાં લૉકડાઉન જાહેર કર્યું છે. આ દરમિયાન ફક્ત જરૂરી વસ્તુઓ માટે જેમ કે ખાદ્ય સામગ્રી, ડેરી પ્રૉડક્ટ્સ તેમ જ દવા વગેરે માટે છૂટ આપવામાં આવી છે.

વડાપ્રધાને કહ્યું કે આયુષ સેક્ટરમાં દેશને સ્વસ્થ રાખવાની લાંબી પરંપરા રહી છે. આ અંતર્ગત કોવિડ-19 માટે કરવામાં આવતાં પ્રયત્નોમાં આનું મહત્વ હજી વધારે વધી ગયું છે. તેમણે ઘરે યોગા માટે આયુષ મંત્રાલય દ્વારા જાહેર પ્રયત્નોના પણ વખાણ કર્યા છે. આયુષના દેશભરમાં ફેલાયેલા નેટવર્કને જોતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના દિશા-નિર્દેશોનું પાલન કરતાં લોકોને જાગૃત કરે જેથી કોરોના વાયરસ મહામારીને નિયંત્રિત કરી શકાય.

બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઇના નાયડૂ હૉસ્પિટલની નર્સને ફોન કર્યો અને તેના વખાણ કર્યા. આ ટેલીફોન વાર્તાનો ઑડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વડાપ્રધાને નર્સને તેની નિસ્વાર્થ સેવા માટે વધામણી આપી અને કહ્યું કે તેમના જેવા અનેક પેરામેડિક સ્ટાફ અને ડૉક્ટર છે જે સાચ્ચા તપસ્વી છે અને કોરોના દરદીઓની સારવાર કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પુણેમાં આ હૉસ્પિટલ કોવિડ-19ના દર્દીઓની સારવાર કરે છે.

પુણે મ્યૂનિસિપલ કૉર્પોરેશન (Pune Municipal Corporation)ના અધિકારીએ જણાવ્યું કે, "હૉસ્પિટલની નર્સ છાયા જગતાપને વડાપ્રધાનના કાર્યલયમાંથી શુક્રવારે સાંજે ફોન આવ્યો."

દેશમાં સંક્રમણનો પહેલો મામલો કેરળમાં જોવા મળ્યો. શનિવારે સવારે 3 વાગ્યા સુધીમાં ભારતમાં કુલ 834 સંક્રમણના કેસ નોંધાયા હતા. દેશનો સર્વાધિક પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે જ્યાં દરદીઓની સંખ્યા 180 થઈ ગઈ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પ્રમાણે વિશ્વના 202 દેશ આ વાયરસને કારણે સંક્રમિત થઈ ગયા છે.

narendra modi coronavirus covid19 national news