નવી શિક્ષણ નીતિમાં સરકારની દખલગીરી નહીંવત્‌ : મોદી

08 September, 2020 12:39 PM IST  |  New Delhi | Agency

નવી શિક્ષણ નીતિમાં સરકારની દખલગીરી નહીંવત્‌ : મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે નવી શિક્ષણ નીતિ પર આયોજિત રાજ્યપાલની કૉન્ફરન્સમાં ઉપસ્થિત રહી સંબોધન કર્યું હતું. સરકાર તરફથી ગત દિવસોમાં નવી શિક્ષણ નીતિની જાહેરાત કરી હતી, જેના પર હજી પણ મંથન કરવામાં આવી રહ્યું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે દેશના લક્ષ્યને શિક્ષણ નીતિ અને વ્યવસ્થા દ્વારા પૂરું કરી શકાય છે. પીએમે કહ્યું કે શિક્ષણ નીતિમાં સરકારની દખલગીરી ઓછી હોવી જોઈએ.

નવી શિક્ષણ નીતિ પર વડા પ્રધાન મોદીએ કહ્યું કે આ નીતિને તૈયાર કરવામાં લાખો લોકો સાથે વાતચીત કરવામાં આવી, જેમાં વિદ્યાર્થી-શિક્ષક-અભિભાવક (વાલી) પણ સામેલ હતા. વડા પ્રધાન મોદીએ કહ્યું કે આજે કોઈ પણને આ નીતિ પોતાની લાગી રહી છે, જે સૂચન લોકો જોવા ઇચ્છતા હતા એ દેખાઈ રહ્યાં છે. હવે દેશમાં નવી શિક્ષણ નીતિને લઈને દેશમાં એને લાગુ કરવા પર સંવાદ યોજાઈ રહ્યા છે. આ એટલા માટે જરૂરી છે કે આ નીતિથી ૨૧મી સદીના ભારતનું નિર્માણ થવાનું છે.

narendra modi ram nath kovind national news new delhi