વડા પ્રધાન મોદી બીજા તબક્કામાં મુકાવશે રસી

22 January, 2021 01:18 PM IST  |  New Delhi | Mumbai correspondent

વડા પ્રધાન મોદી બીજા તબક્કામાં મુકાવશે રસી

તસવીર સૌજન્ય જાગરણ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી વૅક્સિનેશનના બીજા તબક્કામાં કોરોના વૅક્સિન લગાવશે. આ દરમ્યાન વડા પ્રધાન ઉપરાંત વિવિધ રાજ્યોના પ્રધાનો અને મુખ્ય પ્રધાનો પણ કોરોનાની રસી લેશે. સામાન્ય જનતામાં કોરોનાની રસી પ્રત્યે વિશ્વાસ જગાવવા માટે વડા પ્રધાન અને અન્ય નેતાઓ બીજા તબક્કામાં રસી લગાવશે.
વૅક્સિનેશનની શરૂઆતના દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘વૅક્સિનેશનના બીજા તબક્કામાં ૫૦ વર્ષ કરતાં વધુ વયના
લોકોને રસી આપવામાં આવશે, જેમાં વડા પ્રધાન ઉપરાંત દેશના અન્ય મોટા નેતાઓ જેમ કે અમિત શાહ, અન્ય રાજ્યોના પ્રધાનો
અને મુખ્ય પ્રધાનો, ગવર્નર, સંસદસભ્યો અને વિધાનસભ્યો પણ રસી મુકાવશે. સુરક્ષા દળના ૫૦ વર્ષ કરતાં વધુ વયના જવાનોને પણ રસી મૂકવામાં આવશે. જોકે રસીકરણનો બીજો તબક્કો ક્યારે શરૂ થશે એ વિશે કોઈ ચોક્કસ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
હાલમાં દેશમાં કોરોના વૅક્સિનના રસીકરણનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે. જોકે
હજી પણ કોવિડ-19ની રસીને લઈને લોકોમાં ભય છવાયેલો છે, જે દૂર કરવાના આશયથી બીજા તબક્કામાં વડા પ્રધાન, નેતાઓ અને પ્રધાનો રસી મુકાવશે.

new delhi national news narendra modi coronavirus covid19