28 September, 2025 08:40 AM IST | Odisha | Gujarati Mid-day Correspondent
બ્રહ્મપુરથી ઉધના જતી અમૃત ભારત ટ્રેનને ગઈ કાલે વર્ચ્યુઅલ લીલી ઝંડી આપતી વખતે ઓડિશાના મુખ્ય પ્રધાન મોહન ચરણ માંઝી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી.
ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઓડિશાના ઝારસુગુડા ગામ ગયા હતા. છેલ્લા ૧૫ મહિનામાં તેઓ છઠ્ઠી વાર ઓડિશાની મુલાકાતે ગયા હતા. તેમણે ૬૦,૦૦૦ કરોડ રૂપિયાના રેલવે, એજ્યુકેશન અને હેલ્થ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો હતો. સાથે જ તેમણે BSNLની સ્વદેશી 4G ટેક્નૉલૉજીની શરૂઆત કરી હતી. નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનને ગઈ કાલે લીલી ઝંડી આપી હતી, જે ઓડિશાના બ્રહ્મપુરને ગુજરાતના સુરત પાસે આવેલા ઉધનાને જોડશે. તેમણે સ્થાનિક મહિલાઓ સાથે વાતચીત કરી હતી. કેટલીક યંગ છોકરીઓ તેમના માટે ખાસ સ્થાનિક પરંપરાનું પેઇન્ટિંગ દોરીને આવી હતી.