કોરોનાવાયરસ સામે લડાઇ માટે PM મોદીએ કરી આપાતકાલીન ફંડની જાહેરાત

01 April, 2020 12:50 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

કોરોનાવાયરસ સામે લડાઇ માટે PM મોદીએ કરી આપાતકાલીન ફંડની જાહેરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

PM નરેન્દ્ર મોદીએ લોકોને કોરોનાવાયરસ વિરુદ્ધ સરકારની લડાઇમાં યોગદાન આપવા માટે CARES ફંડની જાહેરાત કરી છે.

PMએ કહ્યું કે વડાપ્રધાન CARES fund આપાતકાલીન સ્થિતિઓમાં મદદ માટે બનાવવામાં આવેલું છે. આ ફંડ સ્વસ્થ ભારત બનાવવામાં ખૂબ જ મદદરૂપ થઈ શકેે છે. આ ફંડમાં દરેક ક્ષેત્રના લોકો દાન કરી શકે છે. આ ફંડ નાનામાં નાના દાનને પણ સ્વીકારે છે. આ પગલું આપત્તિ સમયે આવતા પડકારોને ઝીલવામાં દેશને મદદરૂપ થઈ શકે છે. તેમજ નાગરિકોની સુરક્ષા બાબતે તે ક્ષેત્રને પ્રોત્સાહિત કરશે. વડાપ્રધાને જાહેર કરેલા આ ફંડમાં જે પણ વ્યક્તિને દાન કરવું હોય તે પોતાની ક્ષમતા મુજબની રકમ દાન કરી શકે છે. તો આ ફંડમાં તમે તમારું યોગદાન નોંધાવી ભારતને સ્વસ્થ બનાવવામાં પોતાનો ભાગ ભજવો...

narendra modi national news coronavirus covid19