ભારતમાં મોંઘું થઈ શકે છે ઈંધણ, સઊદીના બે તેલ પ્લાન્ટ પર હુમલો થતા અસર

15 September, 2019 03:31 PM IST  |  નવી દિલ્હી

ભારતમાં મોંઘું થઈ શકે છે ઈંધણ, સઊદીના બે તેલ પ્લાન્ટ પર હુમલો થતા અસર

સઊદી અરબમાં તેલ પ્લાન્ટ પર ડ્રોનથી હુમલો

સઊદી અરબની સરકારી તેલ કંપની અરામકોના બે મોટા ઠેકાણા પર શનિવારે સવારે થયેલા ડ્રોન હુમલા બાદ કંપનીએ ત્યાનું તેલનું ઉત્પાદન ઠપ્પ કરી દીધું છે. જેના કારણે સઊદી અરબની આ સૌથી મોટી તેલ અને ગેસ કંપનીના ઉત્પાદનમાં 50 ટકા ઘટાડો થયો છે. સમાચાર એજન્સી રૉયટર્સ અને વૉલ સ્ટ્રીટ જર્નલ પ્રમાણે સઊદી અરબના ઊર્જા મંત્રી પ્રિન્સ અબ્દુલાજિજ બિન સલમાને શનિવારે જાણકારી આપી છે. તેમણે કહ્યું કે ડ્રોન હુમલાના કારણે 57 લાખ બેરલ પ્રતિદિન કાચા તેલનું ઉત્પાદન પ્રભાવિત થયું છે, જે કંપનીના તેલ ઉત્પાદનનો 50 ટકા ભાગ છે. જેની અસર ભારત સહિતના દેશો પર થઈ શકે છે.

ઊર્જામંત્રી પ્રિન્સ અબ્દુલાજિજે શનિવારે નિવેદન જાહેર કરીને જાણકારી આપી હતી કે ડ્રોન હુમલાના કારણે બંને પ્લાન્ટમાં ખૂબ જ નુકસાન થયું છે. કંપની જલ્દી જ ફરી ઉત્પાદન શરૂ કરવાની દિશામાં કામ કરી રહી છે, પરંતુ તેમાં સમય લાગે છે. સાથે જ તેમણે એ પણ જાણકારી આપી હતી કે તેલ ઉત્પાદનમાં થયેલા કપાતના ભરપાઈ પોતાના તેલ ભંડારથી કરશે. આ હુમલાની જવાબદારી યમનમાં ઈરાન સાથે જોડાયેલા વિદ્રોહીઓએ લીધી છે. સઊદી પર એવા હુમલા કરવા માટે વધુ 10 ડ્રોન તહેનાત કરવામાં આવ્યા છે.

સૌથી મોટા ઓઈલ પ્લાન્ટપર હુમલો
ડ્રોન હુમલાનો નિશાન બનેલા અબકૈકની તેલ રિફાઈનરીમાં પ્રતિદિન 70 લાખ બેરલ કાચું તેલનું ઉત્પાદન થયા છે. અરામકો અનુસાર આ દુનિયાનો સૌથી મોટો કાચા તેલનો સ્ટેબિલાઈઝેશન પ્લાન્ટ છે. વર્ષ 2006માં પણ આ પ્લાન્ટ પર અલકાયદાએ આત્મઘાતી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તે નિષ્ફળ કરવામાં આવ્યો હતો.

આ પણ જુઓઃ 90ના દાયકાની યાદોઃ આ વસ્તુઓ જોઈને તમને આવશે તમારા બાળપણની યાદ...

કોણે કર્યો હુમલો?
હૂતી વિદ્રોહીઓ લાંબા સમયથી સઊદી અરબ અને યમનમાં લાંબા સમયથી સરકારની સામે લડી રહ્યા છે. ગયા મહીને તેમણે સઊદી અરબના શયબાહ નેચરલ ગેસની સાઈટ પર આવી જ રીતે ડ્રોન હુમલો કર્યો હતો. મે મહિનામાં તેણે સઊદીની અનેક તેલ કંપનીઓને નિશાન બનાવી હતી. માનવામાં આવે છે કે ઈરાન હૂતી વિદ્રોહીઓની મદદ કરી રહી છે.

saudi arabia national news