13 April, 2025 07:07 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
સુપ્રીમ કૉર્ટ (ફાઈલ તસવીર)
વિધાનસભામાંથી પાસ થયેલ બિલ પર રાજ્યપાલ ઘણીવાર એ કહીને પોતાની મોહર નથી લગાડતા કે મામલો રાષ્ટ્રપતિ પાસે મોકલી દીધો છે. હવે સુપ્રીમ કૉર્ટે આ મામલે મોટો નિર્ણય સંભળાવ્યો છે.
કેન્દ્ર અને રાજ્યમાં અલગ-અલગ પાર્ટીઓની સરકાર હોવાની સ્થિતિમાં અનેકવાર અથડામણની સ્થિતિ પેદા થઈ જાય છે. વ્યવહારમાં કેન્દ્ર તરફથી (સંવિધાનિક રીતે રાષ્ટ્રપતિ દ્વારા) રાજ્યોમાં ગવર્નર કે રાજ્યપાલોની નિયુક્તિ કરવામાં આવે છે. સામાન્ય રીતે જોવામાં આવે છે કે રાજ્યપાલ કેન્દ્ર પ્રમાણે જ નિર્ણય લે છે. આથી ઘણીવાર સેન્ટર અને સ્ટેટ વચ્ચે અથડામણની સ્થિતિ પેદા થઈ જાય છે. આમાં સૌથી મોટો હથિયાર હોય છે રાજ્ય સ્વીકૃતિ નથી આપતા અને તેને પ્રેસિડેન્ટ પાસે મોકલી દેવામાં આવે છે. અનેક વાર એવા બિલ લાંબો સમય સુધી રાષ્ટ્રપતિ પાસે જ અટકીને રહી જાય છે. તાજેતરમાં જ તામિલનાડુ અને કેરળના કેસમાં એવું જોવા મળ્યું છે, પણ હવે એવું નહીં થાય. સુપ્રીમ કૉર્ટે પોતાના એક લેન્ડમાર્ક જજમેન્ટમાં રાષ્ટ્રપતિ દ્વારા એવા બિલ પર નિર્ણય લેવાની સમયમર્યાદા નક્કી કરી લેવામાં આવી છે. રાષ્ટ્રપતિએ હવે ત્રણ મહિનામાં આવા બિલ પર નિર્ણય લેવાનો રહેશે. પછી તે આને સ્વીકારે કે ફગાવે.
સુપ્રીમ કૉર્ટે આ નિર્ણય સંભળાવ્યો છે કે રાષ્ટ્રપતિને રાજ્યપાલ દ્રારા મોકલવામાં આવેલ બિલ પર ત્રણ મહિનાની અંદર નિર્ણય લેવાનો રહેશે. આ ઐતિહાસિક નિર્ણય ત્યારે આવ્યો જ્યારે કૉર્ટે તામિલનાડુના રાજ્યપાલના લાંબો સમયથી અટકેલા બિલને સ્વીકૃતિ ન આપવાનો નિર્ણય બદલી દીધો છે. શુક્રવારે આ આદેશ સાર્વજનિક કરવામાં આવ્યો હતો. તામિલનાડુ મામલે આ નિર્ણય સંભળાવતા જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ આર મહાદેવનની પીઠે કહ્યું કે કલમ 201 હેઠળ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલા કાર્યોનું નિર્વહન ન્યાયિક સમીક્ષા માટે ઉત્તરદાયી છે. કલમ 201 પ્રમાણે, જ્યારે રાજ્યપાલ કોઈ બિલને સુરક્ષિત રાખે છે, તો રાષ્ટ્રપતિ તેને કાં તો સ્વીકારી શકે છે અથવા તેનો અસ્વીકાર કરી શકે છે. જો કે, સંવવિધાન આ નિર્ણય માટે કોઈ સમયમર્યાદા નક્કી કરતું નથી. સુપ્રીમ કૉર્ટે આ વાત પર આપ્યું ચે કે રાષ્ટ્રપતિ પાસે `પૉકેટ વીટો` નથી અને તેમણે કાં તો પરવાનગી આપવાની હોય છે અથવા તેને અટકાવવાનો હોય છે.
કલમ 201નો મામલો
સુપ્રીમ કૉર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું, "કાયદાકીય સ્થિતિ એ છે કે જ્યાં કોઈ કાયદા હેઠળ કોઈ શક્તિના પ્રયોગ માટે કોઈ સમય-સીમા નક્કી ન હોય, ત્યાં પણ તે યોગ્ય સમયમાં પ્રયોગ કરવામાં આવવો જોઈએ. અનુચ્છેદ 201 હેઠળ રાષ્ટ્રપતિ દ્વારા શક્તિઓનો પ્રયોગ કાયદાના આ સામાન્ય સિદ્ધાંતથી વણસ્પર્શ્યો રહી શકે છે તેમ કહી શકાય નહીં." સુપ્રીમ કૉર્ટની બે જજિસની બેન્ચે નિર્ણય સંભળાવ્યો છે કે જો રાષ્ટ્રપતિ કોઈ બિલ પર નિર્ણય લેવા માટે ત્રણ મહિનાથી વધારેનો સમય લે છે, તો તેમણે મોડું થવા માટે યોગ્ય કારણ જણાવવું જોઈએ. સુપ્રીમ કૉર્ટે કહ્યું કે, "અમે એ નિર્ધારિત કરીએ છીએ કે રાષ્ટ્રપતિને રાજ્યપાલ દ્વારા તેમના વિચાર માટે સુરક્ષિત રાખવામાં આવેલા બિલ પર તે તારીખથી ત્રણ મહિનાની અંદર નિર્ણય લેવાનો રહેશે, જે દિવસે તેમને આ પ્રાપ્ત થયું." સુપ્રીમ કૉર્ટે કહ્યું કે, "જો રાષ્ટ્રપતિ યોગ્ય સમયમર્યાદામાં કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહે છે, તો પ્રભાવિત રાજ્ય કાયદાકીય સહારો લઈ શકે છે અને સમાધાન માટે કૉર્ટનો દરવાજો ખખડાવી શકે છે."