પ્રમોદ સાવંત બનશે ગોવાના નવા સીએમ

18 March, 2019 10:35 PM IST  | 

પ્રમોદ સાવંત બનશે ગોવાના નવા સીએમ

ગોવાના નવા સીએમ

વિધાનસભા સ્પીકર પ્રમોદ સાવંત ગોવાના નવા સીએમ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. મનોહર પર્રિકરના નિધાન બાદ પ્રમોદ સાવંતની પસંદગી ગોવાના નવા સીએમ તરીકે કરવામાં આવી છે. પ્રમોદ સાવંત સોમવાર રાત્રે મોડા શપથ લેશે. સાથી પક્ષોની સહમતિથી પ્રમોદ સાવંતના નામ પર મોહર લગાવવામાં આવી છે. ગોવા ફોરવર્ડ પાર્ટીના વિજય સરદેસાઈ અને મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટીના સુદીન ધવલીકરને નાયબ મુખ્ય પ્રધાન બનાવવામાં આવશે.

કેન્દ્રિય પ્રધાન નિતિન ગડકરીએ રાજ્યના નવા સીએમની નિમણુંક માટે લાંબી ચર્ચા કરી હતી અને અન્ય સાથી પાર્ટીઓની સહમતિથી પ્રમોદ સાવંતની સહમતિ કરવામાં આવી છે આ પહેલા રાજ્ય વિધાનસભામાં વિપક્ષ નેતા ચંદ્રકાંત કવલેકરે પાર્ટીના 14 ધારાસભ્યો સાથે રાજ્યપાલ મૃદુલા સિન્હાને મળ્યા હતા અને સરકાર બનાવવાનો દાવો માડ્યો હતો. કોંગ્રેસ દ્વારા શુક્રવારે પણ સરકાર બનાવવા માટે દાવો કરવામાં આવ્યો હતો.

 

આ પણ વાંચો: જુઓ ગોવાના મુખ્ય પ્રધાન મનોહર પાર્રિકરની કેટલીક યાદગાર પળો

 

કોણ છે પ્રમોદ સાવંત

પ્રમોદ સાવંત ગોવા વિધાન સભાના સ્પીકર છે. 45 વર્ષિય પ્રમોદ સાવંત આયુર્વેદા, મેડિસિન અને સર્જરીમાં સ્નાતકની ડિગ્રી લીધી છે. અને સોશિયલ વર્કમાં માસ્ટર્સ કર્યું છે.

goa