પાવર મિનિસ્ટ્રીએ રાજ્યોને મોંઘા ભાવે સરપ્લસ વીજળી ન વેચવા આપી ચેતવણી

13 October, 2021 11:21 AM IST  |  New Delhi | Agency

મીટિંગમાં કોલસાના પુરવઠાની હેરફેરને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી. રેલવે દ્વારા તરત પાવર પ્લાન્ટને જરૂરી કોલસો મોકલવા માટે જણાવવામાં આવ્યું હતું. 

પ્રતીકાત્મક તસવીર

વડા પ્રધાન ઑફિસે ગઈ કાલે કોલસાનો પુરવઠો અને પાવર જનરેશન પર વિવિધ રાજ્યો પર પડનારી અસરની સમિક્ષા કરી હતી. કોલસો નહીં હોવાને કારણે ઘણાં રાજયોમાં અંધારપટ જેવી પરિસ્થિતિ વિશે પાવર સેક્રેટરી આલોક કુમાર અને કોલ સેક્રેટરી એ. કે. જૈને રજૂઆત કરી હતી. મીટિંગમાં કોલસાના પુરવઠાની હેરફેરને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી. રેલવે દ્વારા તરત પાવર પ્લાન્ટને જરૂરી કોલસો મોકલવા માટે જણાવવામાં આવ્યું હતું. 
ભારતમાં હજી પણ કોલસા દ્વારા ૭૦ ટકા જેટલી ઇલેક્ટ્રિ સિોટી ઉત્પન્ન કરવામાં આવે છે. કોલસાની અછતને કારણે રાજસ્થાનથી માંડીને કેરલા સુધી પાવરકટની સમસ્યાઓ પેદા થઈ છે. વીજળીની અછતને કારણે રાજ્યોએ મોંઘા ભાવે વીજળી ખરીદવાની ફરજ પડી છે. પરિણામે યુનિયન પાવર મિનિસ્ટ્રીએ રાજ્ય સરકારોને મોંઘા ભાવથી સરપ્લસ વીજળીનું વેચાણ એક્સચેન્જમાં ન કરવાની ચેતવણી આપી છે. આ વીજળી જરૂરિયાતમંદ રાજ્યોને આપવામાં આવશે. આ કેન્દ્ર સરકારના માલિકીના કોલ ઇન્ડિયા લિમિટેડની વીજળી ઉત્પાદન કરનારાઓને ૨૦ ઑક્ટોબર સુધી વધુ કોલસો આપવા માટે જણાવાયું છે. 
કોલસા પ્રધાન પ્રહ્લાદ જોશીએ કહ્યું હતું કે વીજ ઉત્પાદન કરનારાઓને‌ે તેમની જરૂરિયાત મુજબનો કોલસો મળી રહે એ માટે તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે. કોલ ઇન્ડિટયા પાસે હાલ ૨૨ દિવસ સુધી ચાલે એટલો કોલસો છે. વરસાદની સીઝન પૂરી થતાં ખાણ ખોદવાનું કામ ફરીથી શરૂ કરાયું છે. 
રાજધાની દિલ્હીમાં વીજળીની અછત સર્જાશે એવી મુખ્ય પ્રધાન કેજરીવાલની ચેતવણીનો જવાબ આપતાં એનટીપીસીએ કહ્યું હતું કે એનટીપીસી જેટલો પાવર તેમને આપે છે એના ૭૦ ટકા જેટલો જ ડ્રિસ્ટ્રિલબ્યુશન કંપનીઓ ખરીદે છે. એ માટે તેમણે ૧થી ૧૧ ઑક્ટોબરનો ડેટા પણ દર્શાવ્યો હતો. 

national news new delhi