જ્યોતિરાદિત્ય સિંધિયાને બનાવ્યા રાજ્યસભાના ઉમેદવાર

11 March, 2020 07:53 PM IST  |  New Delhi | Mumbai Desk

જ્યોતિરાદિત્ય સિંધિયાને બનાવ્યા રાજ્યસભાના ઉમેદવાર

જ્યોતિરાદિત્ય સિંધિયા આખરે ભાજપામાં જોડાઇ ગયા

ભાજપાએ મધ્યપ્રદેશથી જ્યોતિરાદિત્ય સિંધિયાને રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા છે. જોવાની વાત એ છે કે અઢાર વર્ષ સુધી કોંગ્રેસમાં રહેલા જ્યોતિરાદિત્ય આજે જ ભાજપામાં જોડાયા છે અને જલ્દી જ તેમને રાજ્ય સભાનાં ઉમેદવાર જાહેર કરાયા છે. મધ્ય પ્રદેશનાં પૂર્વ મુખ્ય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ભાજપાના રાજ્ય સભાના ઉમેદવાર બનવા પર શુભ્ચેચ્છા આપી.

ગુજરાતમાંથી રાજ્ય સભાના ઉમેદવાર તરીકે અભય ભારદ્વાજ અને રમીલાબેન બારાનાં નામો જાહેર કરાયા છે. અજય ભારદ્વાજ રાજકોટનાં ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તા છે અને વિજય રૂપાણીનાં અંગત મિત્ર છે. તેઓ રાજકોટનાં જાણીતા વકીલ પણ છે અને તેમનો પરિવાર ભાજાપાનો હિસ્સો છે. રમીલા બારા પ્રદેશ ભારતીય જનતા પક્ષનાં ઉપાધ્યક્ષ અને પૂર્વ નાયબ સચિવ તરીકે નિવૃત્ત થયા હતા અને ત્યારથી રાજકારણમાં જોડાયા હતા. રમીલાબહેન ભાજપાનાં ખેડબ્રહ્મા બેઠકનાં ઉમેદવાર તરીકે પેટા ચૂંટણી પણ જીતી ચૂક્યા છે અને આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે.

જ્યોતિરાદિત્ય સિંધીયા અંતે ભાજપામાં જોડાઇ ગયા છે. મંગળવારે કોંગ્રેસમાંથી તેમના રાજીનામાએ ભારે હાહાકાર મચાવ્યો હતો. ભારતીય જનતા પાર્ટીનાં જે પી નડ્ડાએ તેમને પક્ષનું સભ્યપદ અપાવ્યું અને આ દરમિયાન જ્યોતિરાદિત્યએ નરેન્દ્ર મોદીનો તથા ગૃહમંત્રી અમિત શાહનો આભાર માનતા કહ્યું કે તેમણે પોતાને દેશના વિકાસ માટેનો મંચ આપ્યો છે. ભાજપામાં જોડાવાની ખુશી વ્યક્ત કરવાની સાથે જ્યોતિરાદિત્યએ મધ્યપ્રદેશમાં કમલનાથની સરકારને પણ આડાહાથે લીધી.
જ્યોતિરાદિત્યએ કહ્યું હતું કે તેમના જીવનમાં બે તારીખ મહત્વની છે, 30 સપ્ટેમ્બર 2001 જ્યારે તેમના પિતાનું દેહાંત થયું અને 10 માર્ચ 2020 જ્યારે તેમણે પોતાના જીવનનો નવો અધ્યાય ભાજપામાં જોડાઇને શરૂ કર્યો. કોંગ્રેસ વિષે ટિપ્પણી કરતા તેમણે કહ્યું કે, "કોંગ્રેસમાં નવા નેતૃત્વને માન્યતા નથી મળી રહી વળી તે પક્ષ હવે પહેલા જેવો નથી રહ્યો." ભાજપામાં જોડાયા પછી સિંધિયાએ એમ પણ કહ્યું કે, "મધ્યપ્રદેશમાં 18 મહિનામાં સપના વિખેરાઇ ગયા અને ત્યાં ખેડૂતો ત્રસ્ત છે અને યુવાનો લાચાર છે, રોજગારી નથી અને ભ્રષ્ટાચારનો પાર નથી."
એક સમયે રાહુલ ગાંધીની બહુ કરીબી ગણાતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ હોળીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું અને જલ્દી જ મધ્યપ્રદેશ કોંગ્રેસનાં 22 ધારા સભ્યોએ પણ પાર્ટી છોડી દીધી, ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા જ્યોતિરાદિત્યને પક્ષ રાજ્યસભા મોકલે તેવી વકી છે.

jyotiraditya scindia bharatiya janata party congress madhya pradesh national news