કર્ણાટકનું નાટકઃ કોંગ્રેસ-JDSના ધારાસભ્યોએ આપ્યું રાજીનામું

06 July, 2019 03:58 PM IST  |  કર્ણાટક

કર્ણાટકનું નાટકઃ કોંગ્રેસ-JDSના ધારાસભ્યોએ આપ્યું રાજીનામું

કર્ણાટકનું નાટકઃ કોંગ્રેસ-JDSના ધારાસભ્યોએ આપ્યું રાજીનામું

કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસના 11 ધારાસભ્યોએ રાજીનામું આપ્યું છે. જેમાં બીસી પાટિલ (BC Patil), એચ વિશ્વનાથ (H Vishwanath), નારાયણ ગૌડા (Narayan Gowda), શિવરામ હેબ્બર(Shivaram Hebbar), મહેશ કુમાથલ્લી(Mahesh Kumathalli), પ્રતાપ ગૌડા પાટિલ(Pratap Gowda Patil), રમેશ જારકીહોલી (Ramesh Jarkiholi) અને ગૌપાલૈયા (Gopalaiah) સામેલ છે.

આ વચ્ચે ઉપમુખ્યમંત્રી જી. પરમેશ્વર અને રાજ્યના મંત્રી ડીકે શિવકુમારે કોંગ્રેસના ધારાસભ્યો અને નિગમના સભ્યોની આપાત બેઠક બોલાવી છે. શરૂઆતમાં ડીકે શિવકુમારે નવા ઘટનાક્રમ પર દાવો કર્યો હતો કે હું એ તમામને મળી ચુક્યો છું. કોઈ રાજીનામું આપવા નથી જઈ રહ્યું.

કોંગ્રેસના ધારાસભ્ય રામાલિંગા રેડ્ડીએ કહ્યું કે હું વિધાનસભા અધ્યક્ષને પોતાનું રાજીનામું સોંપવા આવ્યો છું. હું પોતાની દીકરીના આગામી પગલા વિશે નથી જાણતો. તેમણે કહ્યું કે હું પાર્ટીમાં કોઈ પણને પોતાનો દોષ નથી આપતો. મને લાગે છે કે કેટલાક મુદ્દાઓ પર મારી ઉપેક્ષા કરવામાં આવી રહી છે. એટલે મે રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે.


આ વચ્ચે ભાજપના સાંસદ જીવીએલ નરસિમ્હા રાવે કહ્યું છે કે કર્ણાટકની જનતાએ કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનને નકારી દીધું છે. લોકસભા ચૂંટણીમાં બંને દળોએ મળીને ચૂંટણી લડી તેમ છતા ભાજપ રાજ્યમાં ભારે બહુમતિ મેળવવામાં સફળ રહ્યું હતું. ભાજપની પ્રચંડ જીત રાજ્યના લોકોનો મૂડ સ્પષ્ટ રીતે બતાવી રહ્યું છે. નિશ્ચિત રૂપથી વિપક્ષના ધારાસભ્યો પણ ગઠબંધનની સામે જનતાના ગુસ્સાનો સામનો કરે છે.

આ પણ વાંચોઃ પીએમ નરેન્દ્ર મોદી: પેનથી કપડા સુધી આ બ્રાન્ડ્સની વસ્તુ વાપરે છે

મહત્વનું છે કે ગયા મહિને જ રાજ્યના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ ભાજપ પર જેડીએ ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરવાની કોશિશ કરવાનો આરોપ લગાવ્યો હતો. કુમાર સ્વામીએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીએ અમારા એક ધારાસભ્યને 10 કરોડ રૂપિયાની લાલચ આપી છે. તેમણે કહ્યું કે, ધારાસભ્યએ મને જણાવ્યું કે તેમની પાસે ભાજપના નેતાનો ફોન આવ્યો હતો અને 10 કરોડ રૂપિયાની રજૂઆત કરી હતી.

karnataka national news