પરેશ રાવલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

04 December, 2022 10:32 AM IST  |  kolkata | Gujarati Mid-day Correspondent

ઍક્ટર પરેશ રાવલની વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

પરેશ રાવલ

કલકત્તા ઃ ઍક્ટર પરેશ રાવલની વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેનું કારણ શાસક બીજેપી માટે ગુજરાતમાં પ્રચાર કરતા સમયે બંગાળીઓ વિશેની તેમની કમેન્ટ્સ છે, જેને લઈને ખૂબ જ હંગામો મચી ગયો હતો. બંગાળમાં શાસક તૃણમૂલ કૉન્ગ્રેસે પરેશ રાવલની આકરી ટીકા કરી હતી અને હવે ભૂતપૂર્વ સંસદસભ્ય અને માર્ક્સવાદી નેતા એમડી સલીમે પરેશની વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. તેમણે કલકત્તાના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.  પરેશ રાવલે કહ્યું હતું કે ગુજરાતમાં લોકો મોંઘવારીને સહન કરી લેશે, પરંતુ તેમની નજીકમાં બંગલાદેશીઓ અને રોહિંગ્યાઓ રહે તો એ સહન નહીં કરે. એની સાથે જ પરેશ રાવલે ‘માછલી પકાવવા’ જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો, જેનાથી બંગાળના લોકો નારાજ થઈ ગયા હતા. 

national news paresh rawal