PM Security: પંજાબમાં PMની સુરક્ષામાં થઈ કોઈની ભૂલ કે પછી હતું ષડયંત્ર, આજે SCમાં સુનાવણી

10 January, 2022 12:38 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

5 જાન્યુઆરીના પ્રદર્શનકારી ખેડૂતોને કારણે પીએમના કાફલાને એક ફ્લાયઓવર પર જ લગભગ 20 મિનિટ સુધી રોકાવું પડ્યું હતું.

નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)

પીએમ નરેન્દ્ર મોદીના પંજાબ પ્રવાસ દરમિયાન સુરક્ષામાં થયેલી લાપરવાહી પર સુપ્રીમ કૉર્ટમાં આજે સુનાવણી થશે. એનજીઓ લૉયર્સ વૉઈસ દ્વારા નોંધાવવામાં આવેલી અરજી પર આજે ચીફ જસ્ટિસ એનવી રમણ, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલીની પીઠ સુનાવણી કરશે. જણાવવાનું કે આ પહેલા શુક્રવારે થયેલી સુનાવણીમાં SCએ પંજાબ અને હરિયાણા હાઇકૉર્ટે પીએમ પ્રવાસ દરમિયાન બધા રેકૉર્ડ સાચવી રાખવા કહ્યું હતું.

હકિકતે 5 જાન્યુઆરીના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણીમાં થતા પ્રચાર પ્રસાર દરમિયાન એક ચૂંટણી રેલી કરવા પંજાબ પ્રવાસે ગયા હતા, પણ અમુક કારણોસર તેમને રસ્તા પરથી પ્રવાસ કરવો પડ્યો, પણ ત્યારે જ હાઇવે પર તેમના કાફલાને અટકાવવા માટે કેટલાક ખેડૂતો પ્રદર્શન માટે આવ્યા.

ફ્લાયઓવર પર 10 મિનિટ સુધી રોકાયા પીએમ
પ્રદર્શનકારી ખેડૂતોને કારણે પીએમના કાફલાને એક ફ્લાયઓવર પર જ લગભગ 20 મિનિટ સુધી રોકાવું પડ્યું. જેથી વડાપ્રધાનની સુરક્ષામાં મોટી ચૂક જણાવવામાં આવી. ત્યાપ બાદ પીએમ મોદીએ ઍરપૉર્ટ પહોંચીને ત્યાંનાં કર્મચારીઓનું કહેવું છે કે, તમારા સીએમનો આભાર માનજો કે હું અહીં જીવતો પાછો આવી શક્યો.

જણાવવાનું કે વડપ્રધાન જો રસ્તા પર ચાલતા હોય તો તેમનો કાફલો એક મિનિટ માટે પણ ક્યાંય અટકતો નથી. તેમની પાટે પહેલાથી જ પેસેજ તૈયાર કરવામાં આવે છે, જેની માહિતી ઇન્ટેલિજેન્સ અને લોકલ પોલીસ અધિકારીઓને હોય છે. આથી હવે તપાસ થઈ રહી છે કે આખરે ખેડૂતો સુધી આ માહિતી કોણે પહોંચાડી કે પીએમ મોદી ક્યારે ક્યાં હશે.

national news narendra modi