શું તમે જાણો છો કોણે શીખવી મહિલાઓને છૂટ્ટા પાલવની સાડી,PM મોદીએ કહ્યું

24 December, 2020 07:35 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

શું તમે જાણો છો કોણે શીખવી મહિલાઓને છૂટ્ટા પાલવની સાડી,PM મોદીએ કહ્યું

તસવીર સૌજન્ય જાગરણ

શું તમે જાણો છો કે મહિલાઓને છૂટ્ટા પાલવની સાડી પહેરવાનું કોણે શીખવ્યું કે ક્યારથી મહિલાઓ છૂટ્ટા પાલવની સાડીનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વિશ્વ ભારતી વિશ્વ વિદ્યાલયના શતાબ્દી કાર્યક્રમમાં જણાવ્યું કે ભારતીય મહિલાઓને ખુલ્લા પાલવની સાડી પહેરવાનું સૌથી પહેલી વાર ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરના મોટાભાઈ અને દેશના પહેલા આઇસીએસ ઑફિસર સત્યેન્દ્રનાથ ટાગોરની પત્ની જ્ઞાનંદિની દેવીએ જણાવ્યું હતું. તેમણે જ મહિલાઓને ડાબે ખભે સાડીનો પાલવ રાખતા શીખવ્યું.

પશ્ચિમ બંગાળના શાંતિ નિકેતન સ્થિત વિશ્વ ભારતી વિશ્વવિદ્યાલયના 100 વર્ષ પૂરા થવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કૉન્ફ્રેન્સિંગ દ્વારા વિદ્યાર્થીઓનું સંબોધન કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર સાથે જોડાયેલી રોચક વાતો જણાવી. પીએમ મોદીએ ટાગોરના ગુજરાત કનેક્શનનો પણ ઉલ્લેખ કર્યો. સાથે જ એ પણ જણાવ્યું કે ડાબા ખભે સાડીનો પાલવ રાખવાનું ચલણ ટાગોર પરિવારની વધૂ જ્ઞાનનંદની દેવીએ શરૂ કર્યું હતું. પીએમ મોદીએ મહિલા સશક્તિકરણ સંગઠનોને આના પર રિસર્ચ કરવા પણ કહ્યું, જણાવવાનું કેસ ગુજરાતમાં પારંપરિક રીતે મહિલાએ જમણા ખભે જ સાડીનો પાલવ રાખે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગુરુદેવ રવીન્દ્રનાથના મોટા ભાઇ સત્યેન્દ્ર નાથની આઇસીએસ ઑફિસર તરીકે નિયુક્તિ ગુજરાતના અમદાવાદમાં થઈ હતી. સત્યેન્દ્રનાથની પત્ની જ્ઞાનંદિનીજી અમદાવાદમાં રહેતી હતી. સ્થાનિક મહિલાઓ જમણા ખભે પાલવ રાખતી હતી, જેથી મહિલાઓને કામ કરવામાં મુશ્કેલી થતી હતી. જ્ઞાનંદિનીને આઇડિયા સુઝ્યો, પાલવને ડાબા ખભે મૂકવામાં આવે તો... પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે હવે મને બરાબર તો નથી ખબર પણ કહેવાય છે કે ડાબા ખભે સાડીનો પાલવ તે જ જ્ઞાનંદિની દેવીની દેન છે.

કોણ હતાં જ્ઞાનંદિની દેવી
ટાગોર પરિવારની વધૂ જ્ઞાનંદિની દેવી રવિન્દ્રનાથ ટાગોરના મોટાભાઈ સત્યેન્દ્રનાથ ટાગોરની પત્ની હતી. તે 1863માં ભારતીય સિવિલ સર્વિસમાં જનારી પહેલી ભારતીય હતી. હકીકતે જ્ઞાનંદિની દેવીએ પોતાના ઇંગ્લેન્ડ અને બૉમ્બેના પ્રવાસના અનુભવો અને પારસી ગારા પહેરવાની રીતને મિક્સ કરીને સાડી પહેરવાની નવી રીત શોધી જે આજે પણ ભારતમાં પ્રચલિત છે. કહેવામાં આવે છે કે સૌથી પહેલા આને બ્રહ્મસમાજની મહિલાઓએ સ્વીકાર કર્યો હતો તેથી તેને બ્રહ્મિકા સાડી કહેવામાં આવી છે.

narendra modi national news fashion