PM મોદીએ લખ્યો દેશના સરપંચોને પત્ર, કહી આ વાત

15 June, 2019 04:54 PM IST  | 

PM મોદીએ લખ્યો દેશના સરપંચોને પત્ર, કહી આ વાત

નરેન્દ્ર મોદીએ દેશભરના સરપંચોને વ્યક્તિગત પત્ર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના સરપંચોને વ્યક્તિગત પત્ર લખ્યો છે. આ પત્રમા વડાપ્રધાને ગ્રામીણ ક્ષેત્રોમાં પાણીના સંકટને લઈને ચર્ચા કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવનારા ચોમાસામાં કઈ રીતે ભારે માત્રામાં પાણીનું સરંક્ષણ કરી શકાય તે વિશે વાત કરી છે. વડાપ્રધાન દ્વારા હસ્તાક્ષરિત પત્રોને જિલ્લામાં જિલ્લા મજિસ્ટ્રેટ્સ અને કલેક્ટરોના માધ્યમથી સરપંચો સુધી પહોચાડવામાં આવી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લખવામાં આવેલો પત્ર દરેક ગામમાં એક ચર્ચાનો વિષય બન્યો છે. પૂર્વી યૂપીના સોનભદ્રમાં, પીએમ મોદી કાર્યક્ષેત્ર વારાણસી પાસે આવેલા 637 ગામોના સરપંચોને આ પત્ર આપવામાં આવ્યો હતો. આ પત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે તે આવનારા ચોમાસા દરમિયાન વધુ મા વધુ પાણીને કઈ રીતે સંરક્ષિત કરી શકાય. આ સિવાય વડાપ્રધાન દ્વારા ગામખેડૂતોને પ્રોત્સાહિત કરવાનો પ્રયત્ન પણ કર્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પત્રમાં લખ્યું છે કે, 'પ્રિય સરપંચજી, નમસ્કાર. મને આશા છે કે તમે અને તમારા પંચાયતના બધા જ લોકોનું સ્વાસ્થ્ય સારુ હશે. ચોમાસું લગભગ આવવાની તૈયારીમાં છે. આપણે ભગવાનના આભારી છીએ કે આટલા વરસાદ દ્વારા આપણને તૃપ્ત કર્યા . ભગવાનના આ આશીર્વાદ એટલે કે પાણીને સાચવવાની જવાબદારી આપણી છે તેની માટે આપણે ઉત્તમ પ્રયત્નો અને વ્યવસ્થા કરવી જોઈએ.'

આ પણ વાંચો: 17 જૂને આખા ભારતના ડૉક્ટરો હડતાળ પર, માત્ર ઈમર્જન્સી સુવિધા જ ચાલુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચેકડેમ અને તળાવ બનાવવા માટે પણ સલાહ આપી હતી જેની મદદથી પાણીને લાંબા સમય માટે સંગ્રહ કરી શકાય. ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લામાં ડીએમ ઉમેશ મિશ્રાએ સુનિશ્રિત કર્યું હતું કે તેમની જવાબદારી હેઠળ આવતા 601 સરપંચોને આ પત્ર પહોંચાડવામાં આવ્યો છે. આ ગામોમાં 775 તળાવ બનાવવાની યોજના કરવામાં આવી છે અને 500 તળાવો બનાવવાનું કામ પણ શરૂ કરી દીધું છે.

national news gujarati mid-day