વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 જાન્યુઆરીએ Co-Win App લૉન્ચ કરશે

13 January, 2021 04:49 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 જાન્યુઆરીએ Co-Win App લૉન્ચ કરશે

ફાઈલ તસવીર

કોરોના વાયરસ (COVID-19)ને નાબુદ કરવા અને રસીકરણની શરૂઆત કરવા માટે દેશે બરાબર કમ્મર કસી લીધી છે. ભારતમાં 16 જાન્યુઆરીથી વૅક્સિનેશન કાર્યક્રમની શરૂઆત થવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) 16 જાન્યુઆરીથી આ મહાઅભિયાનની શરૂઆત કરવાના છે. સાથે જ મોદી દ્વારા કો-વિન (Co-Win App) ઍપને પણ લોન્ચ કરવામાં આવી છે.

સુત્રોએ આપેલી માહિતિ પ્રમાણે 16 જાન્યુઆરીએ સવારે 11 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુલ માધ્યમથી વૅક્સિનેશન કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે અને કો-વિન એપ પણ લૉન્ચ કરશે. વર્ચ્યુલ માધ્યમથી વૅક્સિનેશન કાર્યક્રમનું ઉદ્ઘાટન થશે ત્યારે શના અલગ અલગ રાજ્યોમાં આ દરમિયાન એક સાથે વૅક્સિનેશનની શરૂઆત થશે.

રાજધાની દિલ્હીમાં લોકનારાયણ જય પ્રકાશ હોસ્પિટલમાં વૅક્સિનેશન અભિયાનની શરૂઆત થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ કાર્યક્રમમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને સ્વાસ્થ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન સામેલ થઇ શકે તેમ છે. આ સિવાય દિલ્હીમાં રાજીવ ગાંધી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં પણ આ અભિયાનની શરૂઆત કરવામાં આવશે. જ્યાં કોરોના વૅક્સિન સ્ટોર કરવામાં આવી છે.

આ પણ જુઓ: જાણી લો વૅક્સિન તમારા સુધી કેવી રીતે પહોંચશે એનું એ ટુ ઝેડ

તમને જણાવી દઈએ કે, દેશમાં બે વૅક્સિનને મંજૂરી મળી છે. કોવિશીલ્ડ અને કોવૅક્સિન. જેની સપ્લાય થોડા દિવસો પહેલા જ શરૂ થઇ ગઇ હતી. હવે દેશના દરેક રાજ્યોમાં વૅક્સિન પહોંચાડવામાં આવી રહી છે. ભારતમાં અલગ તબક્કામાં વૅક્સિનેશનનું કામ થશે, જેની શરૂઆત 16 જાન્યુઆરીથી થશે.  હાલમાં 3 કરોડ વોરિયર્સને વૅક્સિન આપવામાં આવશે. જે બાદ ફ્રન્ટલાઇન વકર્સ, 50 વર્ષથી વધુની ઉંમરના લોકો અને ગંભીર બિમારીવાળા લોકોને વૅક્સિન આપવામાં આવશે.

coronavirus covid19 national news narendra modi