જાણી લો વૅક્સિન તમારા સુધી કેવી રીતે પહોંચશે એનું એ ટુ ઝેડ

Published: 10th January, 2021 10:23 IST | Rachana Joshi
 • લૅબથી નીકળી વૅક્સિન સ્ટૉર્સમાં લૅબમાંથી નીકળીને વૅક્સિન કરીઅરના માધ્યમથી કોલ્ડ ચેઇન પૉઇન્ટ્સ સાથે તમામ સેન્ટર્સ (જિલ્લાની હૉસ્પિટલ, સ્વાસ્થ્ય કેન્દ્ર) સુધી એક રેફ્રિજરેટર અથવા ઇન્સ્યુલેટેડ વૅન (પૅસિવ ઇક્વિપમેન્ટ, આઇસ બૉક્સ અથવા ટેમ્પરેચર કન્ટ્રોલ્ડ વગેરે) દ્વારા જિલ્લાઓમાં પહોંચાડાશે. દેશભરમાં ચાર વૅક્સિન સ્ટોર્સ બનાવાયા છે. કરનાલ, મુંબઈ, કલકત્તા અને ચેન્નઈમાં આવેલા આ સ્ટોર્સ સુધી વૅક્સિન સરકારી ડેપોથી ઍરલાઇન્સમાં મોકલાશે. બાદમાં દેશભરમાં ઊભાં કરાયેલાં ૩૭ વૅક્સિન સેન્ટરમાં એ સ્ટોર કરવામાં આવશે. અહીંથી બાદમાં બલ્કમાં જિલ્લાઓ સુધી પહોંચાડવામાં આવશે. જિલ્લાઓમાંથી વૅક્સિન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધી ફ્રીઝર ડબ્બાઓમાં મોકલાશે. અહીં સામાન્ય લોકોને રસી અપાશે. ભારતમાં અત્યારે ૨૯ હજાર કોલ્ડ ચેઇન પૉઇન્ટ છે જ્યાં વૅક્સિનને સુરક્ષિત રીતે સ્ટોર કરીને રાખવામાં આવશે.

  લૅબથી નીકળી વૅક્સિન સ્ટૉર્સમાં

  લૅબમાંથી નીકળીને વૅક્સિન કરીઅરના માધ્યમથી કોલ્ડ ચેઇન પૉઇન્ટ્સ સાથે તમામ સેન્ટર્સ (જિલ્લાની હૉસ્પિટલ, સ્વાસ્થ્ય કેન્દ્ર) સુધી એક રેફ્રિજરેટર અથવા ઇન્સ્યુલેટેડ વૅન (પૅસિવ ઇક્વિપમેન્ટ, આઇસ બૉક્સ અથવા ટેમ્પરેચર કન્ટ્રોલ્ડ વગેરે) દ્વારા જિલ્લાઓમાં પહોંચાડાશે. દેશભરમાં ચાર વૅક્સિન સ્ટોર્સ બનાવાયા છે. કરનાલ, મુંબઈ, કલકત્તા અને ચેન્નઈમાં આવેલા આ સ્ટોર્સ સુધી વૅક્સિન સરકારી ડેપોથી ઍરલાઇન્સમાં મોકલાશે. બાદમાં દેશભરમાં ઊભાં કરાયેલાં ૩૭ વૅક્સિન સેન્ટરમાં એ સ્ટોર કરવામાં આવશે. અહીંથી બાદમાં બલ્કમાં જિલ્લાઓ સુધી પહોંચાડવામાં આવશે.

  જિલ્લાઓમાંથી વૅક્સિન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધી ફ્રીઝર ડબ્બાઓમાં મોકલાશે. અહીં સામાન્ય લોકોને રસી અપાશે. ભારતમાં અત્યારે ૨૯ હજાર કોલ્ડ ચેઇન પૉઇન્ટ છે જ્યાં વૅક્સિનને સુરક્ષિત રીતે સ્ટોર કરીને રાખવામાં આવશે.

  1/5
 • ૧૨ ભાષામાં co-win ઍપ ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ કોરોનાની રસી લગાવવા માટે સામાન્ય લોકોએ co-win ઍપમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. પહેલા તબક્કામાં સ્વાસ્થ્ય વિભાગના કર્મચારીઓ અને ફ્રન્ટલાઇન કર્મચારીઓને વૅક્સિન અપાશે, તેમણે રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી, કારણ કે તેમના ડેટા સરકાર પાસે છે. આખી પ્રક્રિયા ડિજિટલી કરવામાં આવશે. જેમનું રજિસ્ટ્રેશન થઈ જશે તેમનો ક્યુઆર કોડ જનરેટ થશે. પહેલા તબક્કામાં ૩ કરોડ લોકોને વૅક્સિન લગાવવામાં આવશે.

  ૧૨ ભાષામાં co-win ઍપ

  ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ કોરોનાની રસી લગાવવા માટે સામાન્ય લોકોએ co-win ઍપમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. પહેલા તબક્કામાં સ્વાસ્થ્ય વિભાગના કર્મચારીઓ અને ફ્રન્ટલાઇન કર્મચારીઓને વૅક્સિન અપાશે, તેમણે રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી, કારણ કે તેમના ડેટા સરકાર પાસે છે. આખી પ્રક્રિયા ડિજિટલી કરવામાં આવશે. જેમનું રજિસ્ટ્રેશન થઈ જશે તેમનો ક્યુઆર કોડ જનરેટ થશે. પહેલા તબક્કામાં ૩ કરોડ લોકોને વૅક્સિન લગાવવામાં આવશે.

  2/5
 • બે ડોઝ અપાશે સરકારે મંજૂર કરેલી કોવિડ વૅક્સિનના દરેક લાભાર્થીએ બે ડોઝ લેવાના રહેશે. પહેલા અને બીજા ડોઝ વચ્ચે ૨૮ દિવસનું અંતર રાખવાનું છે. ડૉક્ટરોના મતે પહેલો ડોઝ આપ્યા બાદ આટલા દિવસમાં બીજો ડોઝ અપાશે તો એ સૌથી વધુ અસરકારક રહેશે. કેન્દ્ર સરકારે પહેલા અને બીજા તબક્કામાં અપાનારા અંદાજે ૩ કરોડ વૅક્સિન ડોઝ ફ્રીમાં આપવાની જાહેરાત કરી છે, પરંતુ બાકીના લોકોએ કેટલા રૂપિયા ચૂકવવા પડશે એ વિશે હજી સુધી કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી.

  બે ડોઝ અપાશે

  સરકારે મંજૂર કરેલી કોવિડ વૅક્સિનના દરેક લાભાર્થીએ બે ડોઝ લેવાના રહેશે. પહેલા અને બીજા ડોઝ વચ્ચે ૨૮ દિવસનું અંતર રાખવાનું છે. ડૉક્ટરોના મતે પહેલો ડોઝ આપ્યા બાદ આટલા દિવસમાં બીજો ડોઝ અપાશે તો એ સૌથી વધુ અસરકારક રહેશે. કેન્દ્ર સરકારે પહેલા અને બીજા તબક્કામાં અપાનારા અંદાજે ૩ કરોડ વૅક્સિન ડોઝ ફ્રીમાં આપવાની જાહેરાત કરી છે, પરંતુ બાકીના લોકોએ કેટલા રૂપિયા ચૂકવવા પડશે એ વિશે હજી સુધી કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી.

  3/5
 • મુંબઈમાં ૫૦૦ ટીમ બનાવાઈ આખા દેશમાં મહારાષ્ટ્ર અને એમાં પણ મુંબઈ કોવિડથી સૌથી પ્રભાવિત રહ્યું છે. ગીચ વસ્તીને લીધે મુંબઈમાં શરૂઆતથી જ કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા હતા. અત્યારે પણ સરેરાશ ૬૦૦ નવા પૉઝિટિવ કેસ આવી રહ્યા છે. આથી વૅક્સિનની સૌથી વધુ આતુરતા મુંબઈમાં છે અને એ પ્રત્યેક નાગરિક સુધી પહોંચાડવાની મોટી ચૅલેન્જ પણ અહીં જ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને મુંબઈ મહાનગરપાલિકાએ ટાસ્ક ફોર્સની રચના કરી છે. મુંબઈ મહાનગરપાલિકાના ઍડિશનલ કમિશનર (આરોગ્ય) અને ટાસ્ક ફોર્સના ઇન્ચાર્જ સુરેશ કાકાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોવિડની વૅક્સિન લોકો સુધી સરળતાથી પહોંચાડવા માટે ૫૦૦ ટીમો બનાવાઈ છે. પ્રત્યેક ટીમમાં પાંચ ટ્રેઇન્ડ લોકો હશે જેમની નિયુક્તિ શહેરભરનાં વૅક્સિન સેન્ટરમાં કરાશે. અમે કોવિડ હૉસ્પિટલોમાં વૅક્સિન પહોંચાડીશું, જેથી હેલ્થ વર્કરોએ આ માટે ક્યાંય પ્રવાસ ન કરવો પડે. બીજા તબક્કામાં પોલીસ, પૅરામેડિકલ સ્ટાફ, સપોર્ટ સ્ટાફ, બેસ્ટના કર્મચારીઓ, એસ. ટી. બસના કર્મચારીઓ જેવા ફ્રન્ટલાઇન વર્કરોને વૅક્સિન અપાશે. આ લોકોએ કોવિડના કપરા સમયમાં લોકોની સુવિધા માટે કામ કર્યું છે. ત્રીજા તબક્કામાં ૫૦ વર્ષથી મોટી ઉંમરના લોકોને રસી અપાશે. રાજ્ય સરકારની ગાઇડલાઇન્સ મુજબ અમે ત્રીજા તબક્કાના લાભાર્થીઓનું લિસ્ટ મેળવવાની પ્રક્રિયા આરંભી દીધી છે. પહેલા તબક્કામાં ૨.૬ લાખ સરકારી હેલ્થ વર્કરોને વૅક્સિન લગાવાશે.

  મુંબઈમાં ૫૦૦ ટીમ બનાવાઈ

  આખા દેશમાં મહારાષ્ટ્ર અને એમાં પણ મુંબઈ કોવિડથી સૌથી પ્રભાવિત રહ્યું છે. ગીચ વસ્તીને લીધે મુંબઈમાં શરૂઆતથી જ કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા હતા. અત્યારે પણ સરેરાશ ૬૦૦ નવા પૉઝિટિવ કેસ આવી રહ્યા છે. આથી વૅક્સિનની સૌથી વધુ આતુરતા મુંબઈમાં છે અને એ પ્રત્યેક નાગરિક સુધી પહોંચાડવાની મોટી ચૅલેન્જ પણ અહીં જ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને મુંબઈ મહાનગરપાલિકાએ ટાસ્ક ફોર્સની રચના કરી છે. મુંબઈ મહાનગરપાલિકાના ઍડિશનલ કમિશનર (આરોગ્ય) અને ટાસ્ક ફોર્સના ઇન્ચાર્જ સુરેશ કાકાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોવિડની વૅક્સિન લોકો સુધી સરળતાથી પહોંચાડવા માટે ૫૦૦ ટીમો બનાવાઈ છે. પ્રત્યેક ટીમમાં પાંચ ટ્રેઇન્ડ લોકો હશે જેમની નિયુક્તિ શહેરભરનાં વૅક્સિન સેન્ટરમાં કરાશે. અમે કોવિડ હૉસ્પિટલોમાં વૅક્સિન પહોંચાડીશું, જેથી હેલ્થ વર્કરોએ આ માટે ક્યાંય પ્રવાસ ન કરવો પડે. બીજા તબક્કામાં પોલીસ, પૅરામેડિકલ સ્ટાફ, સપોર્ટ સ્ટાફ, બેસ્ટના કર્મચારીઓ, એસ. ટી. બસના કર્મચારીઓ જેવા ફ્રન્ટલાઇન વર્કરોને વૅક્સિન અપાશે. આ લોકોએ કોવિડના કપરા સમયમાં લોકોની સુવિધા માટે કામ કર્યું છે. ત્રીજા તબક્કામાં ૫૦ વર્ષથી મોટી ઉંમરના લોકોને રસી અપાશે. રાજ્ય સરકારની ગાઇડલાઇન્સ મુજબ અમે ત્રીજા તબક્કાના લાભાર્થીઓનું લિસ્ટ મેળવવાની પ્રક્રિયા આરંભી દીધી છે. પહેલા તબક્કામાં ૨.૬ લાખ સરકારી હેલ્થ વર્કરોને વૅક્સિન લગાવાશે.

  4/5
 • રાજ્યમાં ૩૦ હજાર વૅક્સિનેટર ચૂંટણીમાં જે રીતે લોકોને મતદાર યાદીમાં નામ શોધવા માટે જે રીતે બૂથ લગાવીને મદદ કરાય છે એવી જ રીતે વૅક્સિનેશન કરાશે. મહારાષ્ટ્રમાં આ કાર્ય માટે વૈક્સિનેશન કાર્યક્રમ સાથે સંકળાયેલા તથા નર્સ મળીને કુલ ૩૦ હજાર વૅક્સિનેટર છે. વૅક્સિન સ્ટોર કરવા માટે મહાનગરપાલિકાઓમાં ૨૭ તો રાજ્યમાં ૩૪ કોલ્ડ સ્ટોરેજ છે, જ્યારે ડિવિઝનલ સ્તરે ૯ છે. કોવિડની વ્યાપકતાને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં વધારાના ૩૧૩૫ નાના કોલ્ડ ચેઇન પૉઇન્ટ પ્રાઇમરી હેલ્થ સેન્ટર, ડિસ્પેન્સરી અને ગ્રામીણ હૉસ્પિટલોમાં ઊભા કરાયા છે. મુંબઈમાં કાંજુરમાર્ગ ખાતે કોલ્ડ સ્ટારેજ બનાવવામાં આવ્યું છે.

  રાજ્યમાં ૩૦ હજાર વૅક્સિનેટર

  ચૂંટણીમાં જે રીતે લોકોને મતદાર યાદીમાં નામ શોધવા માટે જે રીતે બૂથ લગાવીને મદદ કરાય છે એવી જ રીતે વૅક્સિનેશન કરાશે. મહારાષ્ટ્રમાં આ કાર્ય માટે વૈક્સિનેશન કાર્યક્રમ સાથે સંકળાયેલા તથા નર્સ મળીને કુલ ૩૦ હજાર વૅક્સિનેટર છે. વૅક્સિન સ્ટોર કરવા માટે મહાનગરપાલિકાઓમાં ૨૭ તો રાજ્યમાં ૩૪ કોલ્ડ સ્ટોરેજ છે, જ્યારે ડિવિઝનલ સ્તરે ૯ છે. કોવિડની વ્યાપકતાને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં વધારાના ૩૧૩૫ નાના કોલ્ડ ચેઇન પૉઇન્ટ પ્રાઇમરી હેલ્થ સેન્ટર, ડિસ્પેન્સરી અને ગ્રામીણ હૉસ્પિટલોમાં ઊભા કરાયા છે. મુંબઈમાં કાંજુરમાર્ગ ખાતે કોલ્ડ સ્ટારેજ બનાવવામાં આવ્યું છે.

  5/5
 • loading...

ફોટોઝ વિશે

દેશભરમાં ગઈ કાલે કોવિડ-19 વૅક્સિનેશનની ડ્રાય રન હાથ ધરાયા બાદ આવતા અઠવાડિયે ૧૬ જાન્યુઆરીથી ભારતમાં કોવિડ વૅક્સિન આપવાની શરૂઆત થવાની શક્યતા છે. અસંખ્ય પરિવારો કોરોનામાં સપડાઈને મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે ક્યારે અને કેવી રીતે પોતાના સુધી સરકારે માન્યતા આપેલી રસી પહોંચશે એની ઉત્સુકતા છે. લૅબોરેટરીમાંથી નીકળીને વૅક્સિન સરકાર પાસે અને ત્યાંથી દેશભરના જિલ્લાઓમાં કેવી રીતે પહોંચશે એની માહિતી ભારત સરકારે તાજેતરમાં લોકો સમજી શકે એ માટે જાહેર કરી છે.

ડ્રગ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયાએ સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવૅક્સિન વૅક્સિનનો ઇમર્જન્સીમાં ઉપયોગ કરવા માટેનું ગ્રીન સિગ્નલ આપી દીધા બાદ પહેલાં અમુક જિલ્લા અને ગઈ કાલે દેશભરના તમામ જિલ્લામાં વૅક્સિન સામાન્ય લોકો સુધી પહોંચાડવાની ડ્રાય રન હાથ ધરાઈ હતી.

(લખાણ: પ્રકાશ બાંભરોલિયા)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK