વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૩ ઑક્ટોબરે સ્વયંપૂર્ણ મિત્રો સાથે કરશે વાતચીત

18 October, 2021 09:53 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

તાલુકા નોડલ અધિકારીઓ અને સુપરવાઇઝરો સાથે સમીક્ષા બેઠક કરશે

ફાઈલ તસવીર

ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૩ ઑક્ટોબરે સ્વયંપૂર્ણ મિત્રો સાથે વાતચીત કરશે અને સ્વયંપૂર્ણ મિત્ર, પંચાયતો, નગરપાલિકાઓ, વિભાગોના વડાઓને મળશે. તાલુકા નોડલ અધિકારીઓ અને સુપરવાઇઝરો સાથે સમીક્ષા બેઠક કરશે. આત્મનિર્ભર ભારત અને સ્વયંપૂર્ણ ગોવા મિશન અંતર્ગત ભારત સરકાર દ્વારા સ્વયંપૂર્ણ મિત્રોની નિમણૂક કરવામાં આવે છે. સીએમ સાવંતે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ પૂર્ણા ગોવા દ્વારા કરવામાં આવેલા કામનો સ્વીકાર કર્યો છે અને એ પણ કહ્યું છે કે તેઓ ૨૩ ઑક્ટોબરે સ્વયંપૂર્ણ મિત્રો, સરપંચ અને પંચ સભ્યો સાથે વાતચીત કરશે. તેમણે કેટલાક મતવિસ્તારોની સફળતાની કથાઓ વિશે વધુ માહિતી આપી જેમાં સ્વયંપૂર્ણ મિત્રોએ

અપંગ વ્યક્તિઓ અને અન્ય સ્વયંપૂર્ણ મિત્રો પર વિશેષ ધ્યાન આપી લાભાર્થીઓને ૧૦૦ ટકા લાભ આપીને જબરદસ્ત કામ કર્યું છે.

national news narendra modi