આયુર્વેદ દિવસ: વડાપ્રધાન મોદીએ ગુજરાત અને જયપુરને આપી એક ભેટ

13 November, 2020 02:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આયુર્વેદ દિવસ: વડાપ્રધાન મોદીએ ગુજરાત અને જયપુરને આપી એક ભેટ

તસવીર સૌજન્યઃ એએનઆઈ

આજે આયુર્વેદ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ  ગુજરાતને અને જયપુરને એક ભેટ આપી છે.

વડાપ્રધાન મોદીએ આજે જામનગર (Jamnagar)માં ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટિચીંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ (ITRA) અને જયપુરની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ (NIA)ને રાષ્ટ્રીય દરજ્જો આપ્યો છે. વડાપ્રધાનના હસ્તે આયુર્વેદ યુનિવર્સિટીઓનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

જામનગરમાં આયુર્વેદ યુનિવર્સિટીને રાષ્ટ્રીય દરજ્જો મળી ગયો છે. PMના હસ્તે આયુર્વેદ યુનિ.નું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેથી હવે આયુર્વેદ સંશોધન, તબીબી સારવાર, શિક્ષણને વેગ મળશે. લોકાર્પણ બાદ પીએમ મોદીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં WHOની કામગીરી મહત્વની છે. આજે WHOએ ભારતને મોટી જવાબદારી સોંપી છે. જેથી ગ્લોબર સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીન ભારતમાં બનશે. આયુર્વેદના વિસ્તારમાં માનવજાતની ભલાઈ છૂપાયેલી છે. આયુર્વેદ ભારતનો વારસો છે. કોરોના કાળમાં આયુર્વેદ ઉત્પાદનોની માગ વધી છે. જેથી દેશમાં 1.5 લાખ વેલનેસ સેન્ટર શરૂ થશે.

તેમણે ઉમેર્યું કે, આ વર્ષે સંસદના ચોમાસા સત્રમાં બે ઐતિહાસિક આયોગ બનાવવામાં આવશે- નેશનલ કમિશન ફૉર ઈન્ડિયન સિસ્ટમ ઑફ મેડિસીન અને નેશનલ કમિશન ફૉર હોમિયોપેથી. નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં ભારતના મેડિકલ એજ્યુકેશનમાં ઈન્ટિગ્રેશનના અભિગમને પ્રોત્સાહન આપવામાં આવશે.

આજે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ આ લોકાર્પણમાં ઉપસ્થિત રહ્યા હતા. જેથી મુખ્યમંત્રી સહિતનો VIP કાફલો આજે જામનગરમાં આવ્યો હતો ITRA જામનગર અને નેશનલ આયુર્વેદ ઈન્સ્ટિટ્યૂટમાં શિક્ષણ અને અનુસંધાન સંસ્થા છે.

આયુષ મંત્રાલય 2016થી દર વર્ષે ધન્વન્તરી જયંતી (ધનતેરસ)ના અવસર પર આયુર્વેદ દિવસ ઉજવે છે. આ વર્ષે તે 13 નવેમ્બરે આવે છે. કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 5મા આયુર્વેદ દિવસને મોટાપાયે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર ડિજિટલ માધ્યમે ઉજવવામાં આવી રહ્યો છે. સવારે 10.30 કલાકે વડા પ્રધાને આ સંસ્થાનું ઈ-લોકાર્પણ કર્યું હતું.

જાનગરના ITRAમાં 12 વિભાગ, ત્રણ ક્લિનિકલ લેબોરેટરીઝ અને ત્રણ અનુસંઘાન લેબ પણ છે. હાલ આમાં 33 પરિયોજના ચાલી રહી છે. ITRAને ગુજરાત આયુર્વેદ વિશ્વવિદ્યાલય પરિસરના ચાર આયુર્વેદિક સંસ્થાને એકત્ર કરીને રચના કરવામાં આવી છે, જે હવે આયુષ અંતર્ગત પહેલી ઈન્સ્ટિટ્યૂટ બની છે. 2019-20માં આ ઈન્સ્ટિટ્યૂટમાં 955 વિદ્યાર્થીઓ અને 75 ટીચર છે.

narendra modi jaipur gujarat national news ayurveda