રાજ્યસભામાં PM મોદીએ ગુલામ નબીને કહ્યું, 'કુછ દિન તો ગુઝારો ગુજરાતમેં’

26 June, 2019 07:39 PM IST  | 

રાજ્યસભામાં PM મોદીએ ગુલામ નબીને કહ્યું, 'કુછ દિન તો ગુઝારો ગુજરાતમેં’

લોકસભા અને રાજ્યસભામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ભાષણ પર ચર્ચા થઈ, ત્યાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે વિપક્ષને જવાબ આપતા કોંગ્રેસ પર નિશાન સાધ્યું. લોકસભા ચૂંટણીમાં પરાજય બાદ વિપક્ષ દ્વારા ઊભા કરાયેલા ઇવીએમના પ્રશ્નો સિવાય બિહાર અને મુઝફ્ફરપુરમાં ચમકી તાવના પ્રકોપ પર પણ ચર્ચા થઈ. તેને કારણે થતાં મૃત્યુ પર બોલતા પીએમ કહ્યું કે હું બિહાર સરકારના સંપર્કમાં છું.

ગુલામ નબી જી "કુછ દિન તો ગુજારીએ ગુજરાત મેં"

વડાપ્રધાને એક શૅર દ્વારા વિપક્ષ પર તંજ કસ્યો. તેમણે કહ્યું કે, "ધૂલ ચહેરે પર થી ઓર મેં આઇના સાફ કરતાં રહા...." વડાપ્રધાને આગળ વધતા કહ્યું, "પોતાની ભૂલોનો શ્રેય કોંગ્રેસે પોતે લેવો જોઇએ. NRC અમારી માટે વોટબેન્કનો મુદ્દો નથી. NRC લાગૂ પાડવા માટે પ્રતિબદ્ધ છીએ સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતિમા અમે બનાવી. ગુલામ નબી આઝાદ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું ગુલામ નબીજી કુછ દિન ગુજારીએ ગુજરાત મેં."

ઝારખંડમાં લિંચિંગ પર વડાપ્રધાને દુઃખ વ્યક્ત કર્યું

ઝારખંડમાં મૉબ લિંચિંગ પર વડાપ્રધાને દુઃખ વ્યક્ત કર્યું. યુવકની હત્યાનું દુઃખ અમને સૌને છે, મને પણ છે. દોષીઓને કડક શિક્ષા મળશે. અપરાધ માટે કાયદો અને ન્યાય વ્યવસ્થા છે. શું ઝારખંડને લિંચિંગ ફેક્ટ્રી કહેવું સારું લાગે છે. લિંચિંગ માટે આખા ઝારખંડને કઠેડામાં ઊભા રાખવું યોગ્ય નથી. હિંસાની ઘટનામાં મારું -તારું ન કરવું. દરેક પ્રકારની હિંસા પ્રત્યે ચોક્કસ વલણ હોવું જોઇએ. 

આ પણ વાંચો : સિંગતેલના ભાવ આસમાને, ડબ્બાનો ભાવ 1800એ પહોંચ્યો

ન્યૂ ઇન્ડિયાના વિરોધથી પીએમ આશ્ચર્ય ચકિત

વડાપ્રધાને ન્યૂ ઇન્ડિયાના વિરોધ બાબતે આશ્ચર્ય વ્યક્ત કરતાં પ્રશ્ન કર્યો કે શું આપણને ટુકડે ટુકડે વિખેરતી ટૂકડીઓનું સમર્થન કરતું ભારત જોઇએ છે? જળ, જમીન અને વાયુમાં ઘોટાળા કરનારાઓને ઓલ્ડ ઇન્ડિયા જોઇએ છે. હું ન્યૂ ઇન્ડિયાનો વિરોધ જોઇને અચંબિત છું, દેશના લોકોને નિરાશામાં ન ધકેલો. ન્યૂ ઇન્ડિયાનો હેતુ દેશને આગળ લઈ જવાનો છે.

narendra modi Rajya Sabha national news