સરકાર વિરુદ્ધ ન્યાયતંત્રની સ્થિતિમાં વડા પ્રધાને ચીફ જસ્ટિસની પ્રશંસા કરી

23 January, 2023 10:45 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ચીફ જસ્ટિસે મુંબઈમાં ગોવા અને મહારાષ્ટ્રના બાર કાઉન્સિલ દ્વારા આયોજિત એક ઇવેન્ટમાં આ કમેન્ટ કરી હતી

નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ પ્રાદેશિક ભાષાઓમાં પણ ઉપલબ્ધ કરાવવાની જરૂર પર ભાર મૂકતાં ચીફ જસ્ટિસ ઑફ ઇ​ન્ડિયા ડી. વાય. ચન્દ્રચૂડની કમેન્ટની પ્રશંસા કરી હતી. ચીફ જસ્ટિસે મુંબઈમાં ગોવા અને મહારાષ્ટ્રના બાર કાઉન્સિલ દ્વારા આયોજિત એક ઇવેન્ટમાં આ કમેન્ટ કરી હતી. પીએમ મોદીએ ટ્વીટ કર્યું હતું કે ‘તાજેતરમાં એક કાર્યક્રમમાં ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ડી. વાય. ચન્દ્રચૂડે પ્રાદેશિક ભાષાઓમાં સુપ્રીમ કોર્ટના જજમેન્ટ ઉપલબ્ધ કરાવવાની જરૂરિયાત વિશે વાત કરી હતી. તેમણે એના માટે ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવાનું પણ સૂચન કર્યું હતું. આ પ્રશંસાલાયક વિચાર છે, જેનાથી અનેક લોકોને મદદ મળશે.’ પીએમની ટ્વીટ એવા સમયે આવી છે કે જ્યારે જજોની નિમણૂકના મુદ્દે સરકાર અને ન્યાયતંત્રની વચ્ચે ઘર્ષણની ​સ્થિતિ છે. 

national news new delhi narendra modi supreme court