નવરાત્રિમાં નવી ઊર્જાનો સંચાર થાય એવી શુભેચ્છા : મોદી

10 April, 2024 06:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ઉપરાંત તેમણે વિવિધ પ્રદેશોમાં ઊજવવામાં આવતા નવા વર્ષ ઉગાડી, ચેટીચાંદ, સાજીબુ ચેઇરોબા, નવરેહ અને ગુઢી પાડવાની પણ શુભેચ્છા પાઠવી હતી. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ચૈત્ર નવરાત્રિ અને હિન્દુ નવ વર્ષ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. સોશ્યલ મીડિયા પર નરેન્દ્ર મોદીએ કહ્યું કે ‘નવરાત્રિના અવસર પર હું દેશના તમામ લોકોને શુભેચ્છા પાઠવું છું. શક્તિની ઉપાસનાનો આ મહાન તહેવાર દરેક માટે સુખ, સમૃદ્ધિ, સૌભાગ્ય અને સ્વાસ્થ્ય લાવે એવી પ્રાર્થના. જય માતા દી!’  વડા પ્રધાને અન્ય એક પોસ્ટમાં નવરાત્રિના પ્રથમ દિવસે મા શૈલપુત્રીને પ્રણામ કર્યા હતા અને લોકોમાં નવી ઊર્જાનો સંચાર થાય એવી કામના કરી હતી. આ ઉપરાંત તેમણે વિવિધ પ્રદેશોમાં ઊજવવામાં આવતા નવા વર્ષ ઉગાડી, ચેટીચાંદ, સાજીબુ ચેઇરોબા, નવરેહ અને ગુઢી પાડવાની પણ શુભેચ્છા પાઠવી હતી. 

national news narendra modi