વડા પ્રધાન મોદીએ સીરો સર્વેમાં વધારો કરવા પર ભાર મૂક્યો

15 October, 2020 07:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વડા પ્રધાન મોદીએ સીરો સર્વેમાં વધારો કરવા પર ભાર મૂક્યો

વડા પ્રધાન નરેન્દ્ર મોદી

કોરોના મહામારીને લઈને એક મહત્વની બેઠક કરનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ કોરોનાના ટેસ્ટ અને સીરો સર્વેમાં વધારો કરવા પર ભાર મૂક્યો હતો. સાથે જ આવનાર ભવિષ્યમાં કોરોનાની વેક્સીન (Corona Vaccine)ની કિંમતને લઈને પણ મહત્વનો નિર્ણય લેવાયો હતો.

તેમણે કહ્યું કે, સૌકોઈ માટે ઓછી કિંમતે નિયમિત રીતે અને ઝડપથી કોરોનાના ટેસ્ટની જેમ બને તેમ ઝડપથી પુરી પાડવા કહ્યું છે. દેશના દરેક નાગરિકને સરળતાથી અને ઓછી કિંમતે કોરોનાનો ટેસ્ટ, તેની વેક્સીન અને સારવાર પુરી પાડવા માટે પ્રતિબદ્ધ છીએ.

કોરોના વાયરસના રિસર્ચ અને તેની વેક્સીન બનાવવાની પ્રક્રિયામાં પ્રગતિની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા વડાપ્રધાન મોદીએ પોતે જ કરી હતી. જેમાં તેમણે સતત અને વૈજ્ઞાનિક તપાસની સાથો સાથ પારંપારિક સારવારની પદ્ધતિઓના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો.

તેમણે આયુષ મંત્રાલય આયુષ મંત્રાલય તરફથી પુરાવા આધારીત રિસર્ચ અને વિશ્વસનીય સમાધાન આપવાના પ્રયાસોના પણ વખાણ કર્યા હતાં. બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષ વર્ધન, નીતિ આયોગના સભ્ય (હેલ્થ), પ્રિંસિપલ સાઈંટિફિક એડવાઈઝર, અનેક વરિષ્ઠ વૈજ્ઞાનિક અને બીજા અધિકારીઓ શામેલ થયા હતાં.

વડા પ્રધાન મોદીએ સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી વેક્સીનના વિતરણની વ્યાપક તૈયારી વિષેની યોજનાની જાણકારી લીધી હતી.

કોરોનાના કેસોમાં ઘટાડો થયો છે અને તેનો રિકવરી રેટ ખુબ જ વધ્યો છે. હવે વેક્સીનની દિશામાં અને તેની વહેંચણીને લઈને સરકાર રૂપરેખા ઘડી રહી છે.

narendra modi coronavirus covid19 national news