ફરી મળશે પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપ્રમુખ જિનપિંગ, SCOમાં મુલાકાત

09 June, 2019 05:50 PM IST  |  દિલ્હી

ફરી મળશે પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપ્રમુખ જિનપિંગ, SCOમાં મુલાકાત

પીએમ મોદી અને શી જિનપિંગ

ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ આ અઠવાડિયામાં બિશ્કોકમાં યોજાનાર શાંઘાઈ સહોયગ સંગઠન શિખર સંમેલનમાં ભાગ લેવા જઈ રહ્યા છે. આ સંમેલનમાં તોઓ પીએમ મોદી સાથે પણ મુલાકાત કરશે. ભારતની લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત મળ્યા બાદ બંને નેતાઓ વચ્ચે આ પહેલી મુલાકાત છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લૂ કાંગે જાહેરાત કરી છે કે જિનપિંગ 12થી 16 જૂન સુધી કિર્ગિસ્તાન અને તાજિકિસ્તાનની રાજકીય મુલાકાત લઈ રહ્યા છે.

SCO શિખર સંમેલન કિર્ગિસ્તાનના બિશ્કેકમાં 13-15 જૂને યોજાઈ રહ્યું છે. SCO ચીનની આગેવાનીમાં ચાલતો આઠ સભ્યોનો આર્થિક અને સુરક્ષા બ્લોક છે. જેમાં ભારત અને પાકિસ્તાન 2017માં સામેલ થયા હતા. લૂએ એક નિવેદનમાં કહ્યું કે 12થી 14 જૂન સુધી રાષ્ટ્રપતિ શી કિર્ગિસ્તાનની રાજકીય મુલાકાતે જશે અને SCO શિખર સંમેલનમાં હાજરી આપશે. ચીનમાં ભારતના રાજદૂત વિક્રમ મિસ્ત્રીએ ગત સપ્તાહમાં કહ્યું હતું કે બંને નેતાઓ SCO શિખર સંમેલનમાં મુલાકાત કરશે.

મિસ્ત્રીએ વુહાનમાં ગત વર્ષે શી અને મોદી વચ્ચે થયેલી અનૌપચારિક સફળ શિખર બેઠકને યાદ કરી, જેને દ્વિપક્ષીય સંબંધ માટે મહત્વની માનવામાં આવે છે. મિસ્ત્રીએ કહ્યું,'મહ્તવની વાત છે કે અમારા નેતાઓ ગત વર્ષે જુદા જુદા દ્વિપક્ષીય સંમેલનોમાં ચાર વખત મળ્યા હતા.' તેમણે કહ્યું કે બિશ્કેસમાં SCO શિખર સંમેલનમાં તે ફરી મળી રહ્યા છે.

પીએમ મોદી અને જિનબિંગ વચ્ચે 27-28 એપ્રિલે વુહાનમાં યોજાયેલી બેઠકને દ્વિપક્ષીય સંબંધોમાં સુધારનો શ્રેય અપાય છે. જેમાં ડોકલામને કારણે 73 દિવસ સુધી ચાલેલા ઘર્ષણ બાદ ખટાશ આવી ગઈ હતી. ડોકલામમાં બંને દેશો વચ્ચે ઘર્ષણ વચ્ચે ચીની સૈનિકો દ્વારા ભારતીય સરહદ પર રોડ બનાવવાના પ્રયત્ન બાદ સર્જાયું હતું.

આ પણ વાંચોઃ જામા મસ્જિદમાં Tik Tok પર પ્રતિબંધ, જાણો શું છે કારણ

ડિસેમ્બરમાં આર્જેન્ટિનામાં મળ્યા હતા મોદી અને જિનપિંગ

વુહાન શિખર સંમેલન બાદ બંને દેશોએ જુદા જુદા ક્ષેત્રોમાં સંબંધ સુધારવાના પ્રયાસો આગળ વધાર્યા હતા. જેમાં બંને દેશની સેનાઓ વચ્ચેના સંબંધ પણ સામેલ છે. ગત વર્ષે ડિસેમ્બરમાં પીએમ મોદીએ આર્જેન્ટિનામાં જી 20 શિખર સંમેલનમાં જિનપિંગ સાતે મુલાકાત કરી હતી, અને બંને દેશો વચ્ચે વિશ્વાસ તેમજ મિત્રતા વધારવાના સંયુક્ત પ્રયાસો પર ચર્ચા કરી હતી..

narendra modi xi jinping