વડાપ્રધાન મોદી આજે વારાણસી અને ગાઝીપુરની મુલાકાતે

29 December, 2018 08:01 AM IST  | 

વડાપ્રધાન મોદી આજે વારાણસી અને ગાઝીપુરની મુલાકાતે

વિવિધ યોજનાઓનું કરશે લોકાર્પણ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના વારાણસી અને ગાઝીપુરની મુલાકાત બાદ સાંજે આંદામાન-નિકોબાર પહોંચશે. આંદામાન-નિકોબારમાં આજે સાંજે અને આવતી કાલે વડા પ્રધાનના કેટલાક કાર્યક્રમો યોજાયા છે. વારાણસીમાં તેઓ ઇન્ટરનૅશનલ રાઇસ રિસર્ચ ઈનસ્ટીટ્યુટ તેમ જ સાઉથ એશિયા રીજનલ સેન્ટરનું ઉદ્ઘાટન કરશે અને પંડિત દીનદયાલ હસ્તકલા સંકુલમાં ‘વન ડિસ્ટિÿક્ટ, વન પ્રોડક્ટ’ની પ્રાદેશિક શિખરપરિષદમાં હાજરી આપશે. વડા પ્રધાન ગાઝીપુરમાં મહારાજા સુહૈલ દેવની સ્મૃતિમાં પોસ્ટલ સ્ટૅમ્પનું લોકાર્પણ કરશે. રવિવારે આંદામાન-નિકોબારમાં ર્પોટ બ્લેર ખાતે સુનામી સ્મારક તેમ જ શહીદસ્તંભ પર પુષ્પચક્ર ચડાવ્યા બાદ અંગ્રેજોના વખતની કાલા પાનીની સજા માટેની સેલ્યુલર જેલની પણ મુલાકાત લેશે.

 આ પણ વાંચોઃ કર્ણાટકને જોઈએ છે ભ્રષ્ટાચારમુક્ત વિકાસ  

 ર્પોટ બ્લેરના નેતાજી સ્ટેડિયમમાં આંદામાન-નિકોબારમાં સુભાષચંદ્ર બોઝે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યાનાં ૭૫ વર્ષ નિમિત્તે પોસ્ટલ સ્ટૅમ્પ, ચલણી સિક્કો અને ફસ્ર્ટ ડે કવરનું લોકાર્પણ કરશે.

narendra modi uttar pradesh national news