આજે રાત્રે 8 વાગ્યે વડાપ્રધાન મોદીનું દેશને સંબોધન

12 May, 2020 12:45 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

આજે રાત્રે 8 વાગ્યે વડાપ્રધાન મોદીનું દેશને સંબોધન

નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)

દેશમાં લૉકડાઉનની જાહેરાત કર્યા બાદ વડાપ્રધાન મોદી આજે રાતે 8 વાગ્યે દેશને સંબોધિત કરવાના છે. કોરોના વાયરસ મહામારી દરમિયાન આ પહેલા પણ દેશને ઘણીવાર સંબોધિત કરી ચૂક્યા છે. આ વાતની માહિતી પીએમઓ ઑફિસ દ્વારા કરવામાં આવેલા ટ્વીટ દ્વારા આપવામાં આવી છે. સોમવારે પણ કોરોના વાયરસને કારણે દેશભરમાં લાગેલા લૉકડાઉન અંગે દેશના બધાં રાજ્યોનો મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કૉન્ફ્રેન્સિંગ દ્વારા વાતચીત કરી હતી, આ દરમિયાન બધાં રાજ્યો દ્વારા આવેલા સૂચનો તેમણે સાંભળ્યા, જેમાં ઘણાં રાજ્યોએ લૉકડાઉન લંબાવવાની ભલામણ કરી હતી, એવામાં શક્યતા છે કે લૉકડાઉનનો સમય લંબાઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે બધાં રાજ્યોના મુખ્યંત્રીઓ સાથેની વીડિયો કૉન્ફ્રેન્સ બાદ લૉકડાઉનને લંબાવવું કે નહીં તે અંગે સંબોધન હોય તેવી શક્યતાઓ છે. પીએમ મોદીએ મુખ્યમંત્રીઓ સાથે થયેલી વાતચીતમાં ટીમવર્ક અંગે ખાસ વાત કરી હતી. સાથે જ તેમણે ધીમે ધીમે આર્થિક ગતિવિધિઓ પણ ઝડપી કરવાની વાત કરી હતી.

narendra modi national news