કાલે ઉત્તર બંગાળથી મમતા બેનર્જીને પડકાર આપશે વડાપ્રધાન

07 February, 2019 01:46 PM IST  | 

કાલે ઉત્તર બંગાળથી મમતા બેનર્જીને પડકાર આપશે વડાપ્રધાન

ઉત્તર બંગાળ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જલપાઈગુડીમાં આવેલી મયનાગુડીની જનસભાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. બાગડોગરા એરપોર્ટથી સભાસ્થળ સુધી તૈયારીઓને અંતિમ ઓપ આપવાનું કામ યુદ્ધના ધોરણે ચાલું છે. પાર્ટીના વરિષ્ઠ નેતા મુકુલ રૉય બુધવારથી જ જલપાઈગુડીમાં જામેલા છે. રાષ્ટ્રીય મહાસચિવ સહિત પશ્ચિમ બંગાળના પ્રભારી કૈલાશ વિજયવર્ગીય તૈયારીની સમીક્ષા કરવા મંગળવારે આવ્યા અને ફરી પાછા ગયા અને આજે ગુરુવારે ફરી પાછા આવ્યા છે. હવે પીએમ મોદીની સભા પૂર્ણ થયા બાદ જ પાછા જશે. વડાપ્રધાન ખાસ વિમાનથી શુક્રવારે બાગડોગરા એરપોર્ટ આવશે. ત્યાંથી સેનાના હેલીકૉપ્ટર દ્વારા સભાસ્થળે પહોંચશે.

સભાસ્થળને પાર્ટીના ઝંડા અને પીએમના કટઆઉટથી શણગારાયો છે. SPGની ટીમ ત્યાં આવી ચૂકી છે. વડાપ્રધાનની આ સભાને લઈને લોકોમાં ખાસ પ્રકારનો ઉત્સાહ જોવા મળે છે. માનવામાં આવે છે કે જનસભાને સંબોધિત કર્યા બાદ તેઓ કેટલાય પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ તેમજ ઉદ્ઘાટન પણ કરી શકે છે. તેમાં હાઈકોર્ટના જલપાઈગુડી સર્કિટ બેન્ચ પ્રમુખ છે. જેને લઈને ઘણા વખતથી રાજકારણ થઈ રહ્યું છે.

તૃણમૂલ કોંગ્રેસનું કહેવું છે કે તેની સરકાર દ્વારા સમયસર તેને બનાવી તો લેવાયું છે, પણ તેના ઉદ્ધાટનમાં કેન્દ્ર સરકાર દ્વારા સતત અડચણો ઊભી કરાઈ રહી છે. અને એવું માત્ર અને માત્ર શ્રેય લેવા માટે કરાઈ રહ્યું છે.

આ પણ વાંચો : નવસારી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સામે ખેડૂતોનો વિરોધ

ઉલ્લેખનીય છે કે એવા સમયે વડાપ્રધાનની સભા ઉત્તર બંગાળમાં થવાની છે, જ્યારે સીબીઆઈને લઈને કેન્દ્ર સરકાર વિરુદ્ધ મુખ્યપ્રધાન મમતા બેનર્જી ધરણા તેમજ નિવેદનબાજીથી પશ્ચિમ બંગાળ જ નહીં, પણ આખા દેશનું રાજકારણ ગરમ થઈ ગયું છે. એવામાં વડાપ્રધાન કઈ રીતે મમતા બેનર્જીને તેના જ ગઢમાં જવાબ આપશે, એ જ જોવા જાણવા જેવી બાબત રહેશે. ખાસ તો આ જ વિષયને લઈને લોકોમાં ઉત્સુકતા જોવા મળે છે.

narendra modi mamata banerjee west bengal