વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને 4 ભાષામાં ટ્વીટ કરીને આપી શુભેચ્છાઓ

14 January, 2021 05:48 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને 4 ભાષામાં ટ્વીટ કરીને આપી શુભેચ્છાઓ

તસવીર સૌજન્ય મિડ-ડે

આજે આખા દેશમાં મકરસંક્રાન્તિ અને પોંગલનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ તહેવારે પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને વધામણી આપી છે. ખાસ વાત એ છે કે પીએમ મોદીએ પોતાના ઑફિશિયલ ટ્વિટર હેન્ડલ પર ચાર ભાષાઓમાં તહેવારોની વધામણી આપી છે. પીએમ મોદીએ એક ટ્વીટ હિન્દી ભાષામાં કર્યું છે. આ ટ્વીટમાં તેમણે લખ્યું, "દેશવાસીઓને મકર સંક્રાન્તિની ખૂબ ખૂબ વધામણી. મારી કામના છે કે ઉત્તરાયણના સૂર્યદેવ બધાના જીવનમાં નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર કરે."

પીએમ મોદીએ મકર સંક્રાન્તિની આપી વધામણી
પીએમ મોદીએ અંગ્રેજી ભાષામાં પણ ટ્વીટ કર્યું છે. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, "મકર સંક્રાંતિને ભારતના કેટલાય ભાગોમાં ફત્સાહ સાથે ચિન્હિત કરવામાં આવે છે. આ શુભ તહેવાર ભારતની વિવિધતા અને આપણી પરંપરાની જીવંતતા દર્શાવે છે. આ માતૃ પ્રકૃતિના સમ્માનના મહત્વની પણ પુષ્ઠિ કરે છે."

ત્યાર પછી પીએમ મોદીએ હજી વધુ ટ્વીટ કરીને દેશવાસીઓને માઘ બિહૂ તહેવારની વધામણી આપી અને સુખ સમૃદ્ધિની કામના કરી. તેમણે ગુજરાતના લોકોને ઉત્તરાણની શુભેચ્છાઓ આપી.

વડાપ્રધાને ટ્વિટ કરી પોંગલના તહેવાર પર અભિનંદન પાઠવ્યા
વડાપ્રધાન મોદીએ એક ટ્વિટમાં લખ્યું છે કે, "સૌને પોંગલ પર્વના અભિનંદન, ખાસ કરીને મારા તમિલ બહેનો અને ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન. આ વિશેષ તહેવાર તમિલ સંસ્કૃતિનું શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે. આપણને સારું સ્વાસ્થ્ય અને સફળતા પ્રાપ્ત કરીએ તેવા આશીર્વાદ મળે. આ તહેવાર આપણને પ્રકૃતિ સાથે સદ્દભવથી જીવન જીવવાની અને કરુણાની ભાવનાને આગળ વધારવા માટે પણ પ્રેરણાં આપે છે."

મકર સંક્રાતિ એક એવો તહેવાર છે જે જુદાં-જુદાં રાજ્યોમાં જુદાં-જુદાં નામ અને રીતે ઉજવવામાં આવે છે. ઉત્તર ભારતમાં આને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. આને તામિલનાડુમાં પોંગલના નામે ઓળખવામાં આવે છે. આસામમાં આને માઘ બિહૂ અને ગુજરાતમાં આને ઉત્તરાયણ કહેવામાં આવે છે. પંજાબ અને હરિયાણામાં આ સમયે નવા પાકનું સ્વાગત કરવામાં આવે છે અને લોહરીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે પતંગ ચગાવવાનું પણ વિશેષ મહત્વ હોય છે અને લોકો ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી પતંગબાજી કરતા હોય છે. ગુજરાતમાં ઉત્તરાયણના દિવસે પતંગોત્સવ ખૂબ જ મોટા પાયે ઉજવવામાં આવે છે પણ આ વર્ષે તે ઉજવવામાં આવ્યા નથી.

narendra modi national news makar sankranti uttaran