પશ્ચિમ બંગાળમાં PM મોદીએ કર્યો પ્રચારનો શંખનાદ, મમતા પર કર્યા પ્રહાર

02 February, 2019 01:53 PM IST  | 

પશ્ચિમ બંગાળમાં PM મોદીએ કર્યો પ્રચારનો શંખનાદ, મમતા પર કર્યા પ્રહાર

પશ્ચિમ બંગાળમાં વડાપ્રધાન મોદી


ભાજપના પશ્ચિમ બંગાળમાં પ્રચાર અભિયાનની શરૂઆત ઉત્તર 24 પરગણા જિલ્લાના ઠાકુરનગરથી થઈ. વડાપ્રધાન મોદીએ ઠાકુરનગરમાં રેલીને સંબોધિત કરતા સૌથી પહેલા ઠાકુર નગરની ધરતીથી તમામ મહાપુરૂષોનો નમન કર્યા. તેમણ કહ્યું કે આ દેશનું દુર્ભાગ્ય છે કે આઝાદી બાદ પણ અનેક દાયકાઓ સુધી ગામડાઓની સ્થિતિ પર એટલું ધ્યાન ન આપવામાં આવ્યું જેટલું આપવું જોઈતું હતું. અહીં તો સ્થિતિ વધારે ખરાબ છે.

ખેડૂતોની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ
વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ દ્રશ્ય જોઈને મને સમજાઈ રહ્યું છે કે દીદી હિંસા પર કેમ ઉતરી આવ્યા છે. આ તમારો પ્રેમ છે, જેના ડરના કારણે નિર્દોષ લોકોની હત્યા કરવામાં લાગ્યા છે. દેવામાફીની રાજનીતિ કરીને ખેડૂતોની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એકવાર દેવું માફ કરવાની કાંઈ જ નથી થતું. તે ખેડૂતો પાછો દેવામાં ડૂબી જાય છે.
કેન્દ્રીય બજેટ પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ તો માત્ર શરૂઆત છે. સરકાર બન્યા બાદ પૂર્ણ બજેટ આવશે તેમાં દેશના યુવાનો અને ખેડૂતોની તસવીર સાફ થઈ જશે. અમે ખેડૂતો પાછળ 75 હજાર કરોડનો ખર્ચ કરવાનો અંદાજ રાખ્યો છે.

નાગરિકતા કાયદાથી જનતાને મળશે અધિકાર
PM મોદીએ કહ્યું કે હુ તમને વિશ્વાસ અપાવવા માંગું છું કે અમે નાગરિકતા કાયદો લાવ્યા છે. સંસદમાં આ કાયદો પસાર થતા જ જનતાને તેનો અધિકાર મળી જશે.

આ પણ વાંચોઃ ખેડૂતોનો આક્રોશઃPM હાઉસ જવાની માગ સાથે કરી ઘેરાબંધી

ભાજપનો પ. બંગાળમાં પગ જમાવવાનો પ્રયાસ
ભારતીય જનતા પાર્ટી પશ્ચિમ બંગાળમાં પોતાની પકડ મજબૂત કરવાનો ભરપૂર પ્રયાસ કરી રહી છે. વડાપ્રધાન મોદી પશ્ચિમ બંગાળના જે વિસ્તારોથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી રહ્યા છે તેનું રાજનૈતિક મહત્વ છે. આ વિસ્તારમાં મતુઆ સમુદાયની સારી એવી વસ્તી છે. મૂળ રૂપથી આ સમુદાય પૂર્વીય પાકિસ્તાન(હાલનું બાંગ્લાદેશ)થી આવ્યો હતો. આ પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ પશ્ચિમ બંગાળમાં પ્રચાર કર્યો હતો.

narendra modi mamata banerjee Loksabha 2019