પાકિસ્તાન પર વરસ્યા PM મોદી, કહ્યું- શહીદોનું બલિદાન વ્યર્થ નહીં જાય

16 February, 2019 05:13 PM IST  |  ધૂલે, મહારાષ્ટ્ર

પાકિસ્તાન પર વરસ્યા PM મોદી, કહ્યું- શહીદોનું બલિદાન વ્યર્થ નહીં જાય

વડાપ્રધાન મોદીએ કર્યા પાકિસ્તાન પર પ્રહાર

મહારાષ્ટ્રના ધુલેમાં વડાપ્રધાન મોદીએ પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા. આજે મહારાષ્ટ્રના પ્રવાસે આવેલા PM મોદીએ અનેક વિકાસના કાર્યોનું ઉદ્ધાટન કર્યું સાથે આ મોકા પર પુલવામા આતંકી હુમલાનો પણ ઉલ્લેખ કર્યો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે હું એવા સમયે તમારી વચ્ચે આવ્યો છું જ્યારે પુલવામા હુમલાને લઈને દેશમાં આક્રોશ છે. એક તરફ દેશમાં ગુસ્સો છે તો બીજી તરફ દરેક આંખ ભીની છે. મહારાષ્ટ્રની માટીએ પણ પોતાના સપૂતોને ગુમાવ્યા છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે જેમણે પોતાનું બધું જ ન્યોછાવર કરી દીધું તે પરિવારો સાથે અમે હંમેશા ઉભા છીએ. આ સંયમ, શોક અને સંવેદનશીલતાનો સમય છે, પરંતુ દરેક પરિવારને હું એ ભરોસો અપાવું છું કે તમારી આંખમાં જે આંસુ છે તેનો પુરોપુરો બદલો લેવામાં આવશે.

આ પણ વાંચોઃ સેના પર ભરોસો રાખો, પુલવામાના ગુનેગારોને મળશે સજાઃ PM મોદી

આ પહેલા વડાપ્રધાન મોદીએ મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લામાં એક જનસભાને સંબોધન કર્યું. આ દરમિયાન તેમણે યવતમાલ જિલ્લામાં અનેક વિકાસની યોજનાઓનું ઉદ્ધાટન કર્યું. જે બાદ તેમણે જનસભાને સંબોધિત કરતા ફરી એકવાર આતંકી હુમલાને લઈને પાકિસ્તાન પર પ્રહાર કર્યા. વડાપ્રધાને કહ્યું કે પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોનું બલિદાન વ્યર્થ નહીં જાય. વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને કડક ચેતવણી આપતા કહ્યું કે આતંકી સંગઠનોને તેમણે કરેલા ગુનાની સજા જરૂર મળશે.

narendra modi jammu and kashmir terror attack