કાશી વિશ્વનાથ ધામના કર્મચારીઓ માટે વડા પ્રધાને મોકલ્યાં શણનાં ચંપલ

11 January, 2022 08:30 AM IST  |  Varanasi | Gujarati Mid-day Correspondent

વાસ્તવમાં મંદિરના કર્મચારીઓ માટે પગરખાં પહેરવાં વર્જિત છે અને મંદિરમાં મોટે ભાગે આરસના પથ્થર લગાવેલા હોય છે, જે ખૂબ જલદી ઠંડી પકડે છે

વડા પ્રધાને મોકલેલા શણનાં ચંપલ

કાશી વિશ્વનાથ ધામમાં કામ કરનારા લોકો માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક વિશેષ ભેટ મોકલાવી છે. વાસ્તવમાં મંદિરના કર્મચારીઓ માટે પગરખાં પહેરવાં વર્જિત છે અને મંદિરમાં મોટે ભાગે આરસના પથ્થર લગાવેલા હોય છે, જે ખૂબ જલદી ઠંડી પકડે છે. આવામાં ઠંડીની મોસમમાં પગરખાં વિના કર્મચારીઓને તકલીફ ન થાય એ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જૂટમાંથી બનેલી ૧૦૦ જેટલી પાદુકાઓ તેમના માટે ભેટ મોકલાવી છે. આ પાદુકાઓ મંદિરના પૂજારીઓ, સેવકો, સુરક્ષાકર્મીઓ, સૅનિટેશનના કામમાં જોડાયેલા કર્મચારીઓ અને મજૂરોને કામ આવશે. 
વડા પ્રધાન નરેન્દ્ર મોદી કાશી વિશ્વનાથ કૉરિડોરનું ઉદ્ઘાટન કરવા ગયા મહિને કાશી પહોંચ્યા હતા. આ ઉપરાંત તેઓ કાશી વિશ્વનાથ ધામ સાથે જોડાયેલી તમામ પરિયોજનાઓ પર સીધી નજર રાખી રહ્યા છે.

national news varanasi narendra modi