કર્ણાટકને જોઈએ છે ભ્રષ્ટાચારમુક્ત વિકાસ: પીએમ મોદી

29 December, 2018 08:10 AM IST  | 

કર્ણાટકને જોઈએ છે ભ્રષ્ટાચારમુક્ત વિકાસ: પીએમ મોદી

વડાપ્રધાન મોદીએ કર્ણાટક ભાજપના કાર્યકર્તાઓ સાથે કરી વાત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકની JDU-કૉંગ્રેસની સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે લોકોને ભ્રષ્ટાચાર મુક્તસરકાર જોઈએ છે અને કર્ણાટક સરકારને વિકાસમુક્ત ભ્રષ્ટાચાર જોઈએ છે. ભાજપના ‘મેરા બૂથ સબસે મજબૂત’ કાર્યક્રમના ભાગરૂપે વિડિયો-કૉન્ફરન્સિંગ દ્વારા કર્ણાટકના કાર્યકરોને સંબોધતાં વડા પ્રધાને રાજ્યની કુમારસ્વામી સરકારની ખેડૂતોની લોનમાફીની જાહેરાતને ખેડૂતોને અત્યંત ક્રૂર મજાક ગણાવી હતી.

 લોકસભાની આગામી ચૂંટણી પહેલાં પક્ષના કાર્યકરોને પ્રોત્સાહન અને માર્ગદર્શન માટે હાથ ધરવામાં આવેલા ‘મેરા બૂથ સબસે મજબૂત’ કાર્યક્રમ હેઠળ જનસંપર્કનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. કર્ણાટકની રાજ્ય સરકારની ટીકા કરતાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ‘કર્ણાટકના સત્તાધારીઓ મ્યુઝિકલ ચૅરની રમત રમતા હોય એવું જણાય છે. સત્તાધારીઓને જ્યારે પ્રજાના કલ્યાણની પ્રવૃત્તિમાં રસ ન હોય ત્યારે પ્રજાનો અવાજ બનવાની ભાજપના કાર્યકરોની ફરજ છે. 

આ પણ વાંચોઃ કર્ણાટક અને મધ્યપ્રદેશમાં મુશ્કેલીમાં કૉંગ્રેસ, નારાજ ધારાસભ્યોનો સરકાર સામે 

 રાજ્યના ખેડૂતોની મુસીબતો અને ખેડૂતોના આપઘાત નિવારવામાં કુમારસ્વામી સરકાર નિષ્ફળ ગઈ છે. રાજ્ય સરકારના લોનમાફીના કાર્યક્રમનો લાભ મુઠ્ઠીભર ખેડૂતોને મYયો છે. કર્ણાટકના ખેડૂતોનો વિશાળ વર્ગ હજી મુશ્કેલીઓ સહન કરી રહ્યો છે. દેશભરમાં ફરીને ખેડૂતોની લોનમાફીનો યશ લેતા લોકો ખેડૂતોના આપઘાતનો દોષ પણ માથે લેશે? ’

narendra modi karnataka bharatiya janata party