કેમ હવે કેરી ખાવામાં પીએમ મોદી કરે છે કંટ્રોલ, કર્યો ખુલાસો

24 April, 2019 10:48 AM IST  |  દિલ્હી

કેમ હવે કેરી ખાવામાં પીએમ મોદી કરે છે કંટ્રોલ, કર્યો ખુલાસો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અક્ષયકુમાર સાથેના ઈન્ટરવ્યુમાં કેટલાક રસપ્રદ ખુલાસા કર્યા છે. પીએમ મોદીએ પોતાની બાળપણથી આદતોથી લઈને સ્કૂલની યાદો તાજા કરી. અક્ષયકુમારના સવાલોના જવાબમાં પીએમ મોદીએ પોતાનું બાળપણ યાદ કર્યું.

કેરી ખાવ છો કે નહીં તેના જવાબમાં પીએમ મોદીએ કહ્યું કે હવે મારે કંટ્રોલ કરવો પડે છે. પીએમ મોદીએ કહ્યું, 'હા હું ખાવ છું, કેરી પણ ખાવ છું અને રસ પણ પીવું છું મને ઝાડ પર પાકેલી કેરી ખાવાનો શોખ હતો, એ સમયે હાઇજીનની સમજ પણ નહોતી એટલે કેરી સીધી તોડી અને ખાઈ લેતો હતી. હવે મારે કંટ્રોલ કરવો પડે છે.'

પીએમ મોદી આ રીતે ઉતારે છે ગુસ્સો

ગુસ્સો આવે ત્યારે શું કરો છો એ સવાલના જવાબમાં પીએમ મોદીએ એક સરસ ટ્રીક જણાવી છે. પીએમ મોદીએ કહ્યું,'મને ગુસ્સો આવે છે ત્યારે હું કાગળ લઈને બેસતો હતો, કેવી રીતે થયું, શા માટે થયું, સમગ્ર ઘટના કાગળમાં લખતો હતો. બાદમાં તેને ફાડીને ફેંકી દેતો હતો. આખી કથા લખતો હતો. સમગ્ર ઘટનાક્રમને જીવંત કરી દેતો હતો. આના કારણે મારી લાગણીઓ શમી જતી હતી અને તેમાંથી હું જાણી લેતો હતો કે મારી ભૂલ શું છે.'

દરેક બાળકની જેમ સ્કૂલમાંથી ચૉક લાવતા હતા પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે આજે મારા કપડાને લઈ એક ઈમેજ બની ચૂકી છે. પરંતુ સત્ય એ છે કે એક નાનકડી બેગમાં માર જિંદગી હતી. જ્યાં સુધી સીએમ બન્યો ત્યાં સુધી મારા કપડા મેં જાતે ધોયા છે. ત્યારથી જ વિચાર્યું કે જો ઝભ્ભો લાંબી બાંય વાળો પહેરીશ તો વધુ સમય જશે કપડા ધોવામાં. બીજું કારણ એ કે બેગમાં જગ્યા વધુ રોકતા હતા. એટલે મેં જાતે જ તેને કાપી નાખ્યો. આ રીતે રહેવું મારો સ્વભાવ હતો. કદાચ ગરીબી પણ એક કારણ હતું.

આ પણ વાંચોઃ પરંપરાગત પાઘડી અને ટોપીઓમાં જુઓ વડાપ્રધાન મોદીના અંદાજ 

પીએમ મોદીએ કહ્યું કે મારા ઘરમાં ઈસ્ત્રી નહોતી. એટલે લોટામાં ગરમ કોલસા ભરીને કપડા પ્રેસ કરતો હતો. જૂતા નહોતા. મામાએ સફેદ કપડા અપાવ્યા. પણ એને સફેદ રાખવા માટે ખૂબ સમય જતો. એટલે હું ક્લાસરૂમમાં રોકાઈને ચોકના ટુકડા લઈ આવતો. રોજ સવારે ચોક બૂટ પર ઘસીને તેને ચમકાવતો અને સફેદ રાખતો હતો.

 

akshay kumar narendra modi bollywood national news