PM મોદીને મળ્યો સિયોલ શાંતિ પુરસ્કાર, પુરસ્કારની રકમ કરી દાન

22 February, 2019 12:26 PM IST  |  સિયોલ

PM મોદીને મળ્યો સિયોલ શાંતિ પુરસ્કાર, પુરસ્કારની રકમ કરી દાન

વડાપ્રધાન મોદીને મળ્યો સિયોલ શાંતિ પુરસ્કાર

વડાપ્રધાન મોદીને દક્ષિણ કોરિયાના સિયોલમાં શાંતિ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા. સમ્માન મેળવ્યા બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું કે તેઓ વસુધૈવ કુટુમ્બકમના સિદ્ધાંતોનું સન્માન કરે છે. તેમણે કહ્યું કે આ ભારતવાસીઓનું સમ્માન છે. વડાપ્રધાન મોદીએ પુરસ્કાર સાથે મળનારી રકમ નમામિ ગંગે મિશનને દાનમાં આપવાની જાહેરાત કરી છે.

વડાપ્રધાન મોદી દક્ષિણ કોરિયાની યાત્રા પર છે. સિયોલના બ્લૂ હાઉસમાં વડાપ્રધાન મોદીનું દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન-જે-ઈન અને ફર્સ્ટ લેડી કિમ જંગ સૂકએ સ્વાગત કર્યું. વડાપ્રધાને યુદ્ધમાં માર્યા ગયેલા એક લાખ 65 હજાર કોરિયન સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી. વડાપ્રધાન મોદી સિયોલ શાંતિ પુરસ્કાર મેળવનારા 14માં વ્યક્તિ છે.

આ પણ વાંચોઃ PM મોદી દ. કોરિયાની મુલાકાતે, ગાંધીજીની પ્રતિમાનું કર્યું અનાવરણ

વડાપ્રધાને કહ્યું કે, હું જ્યારે વડાપ્રધાન પણ નહોતો બન્યો, ત્યારથી આ વાત કહેતો આવ્યો છું કે ભારતના વિકાસ માટે કોરિયાનું મોડેલ સૌથી વધુ અનુકરણીય છે. કોરિયાની પ્રગતિ ભારત માટે પ્રેરણાનો સ્ત્રોત છે. એટલે જ કોરિયાની યાત્રા મારા માટે પ્રસન્નતાનો વિષય છે. હાલમાં જ થયેલા પુલવામા આતંકી હુમલા બાદ રાષ્ટ્રપતિ મૂનની સંવેદના અને સમર્થન ભરેલા સંદેશ માટે હું તેમનો દિલથી આભાર માનું છું.

narendra modi south korea