PM મોદી પાસે છે કેટલી સંપત્તિ, PMOએ આપી માહિતી, મંત્રીઓની પણ આપી ડિટેલ્સ

09 August, 2022 07:08 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

ફિક્સ્ડ ડિપૉઝિટ, બેન્ક બેલેન્સ, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ, લાઇફ ઇંશ્યોરન્સ પૉલિસીઝ, જ્વેલરી અને રોકડ સામેલ છે. આની સાથે જ માહિતી આપવામાં આવી છે કે પીએમ મોદી પાસે અચલ સંપત્તિ નથી

ફાઈલ તસવીર

2021-22માં નરેન્દ્ર મોદી (Narendra Modi)ની સંપત્તિ વધીને 26.13 લાખ રૂપિયા થઈ ગઈ છે. ઇન્ડિયન એક્સપ્રેસે PMOના હવાલે જણાવ્યું, માર્ચ 2021થી માર્ચ 2022 સુધી પીએમની ચલ સંપત્તિ 1,97,68,885થી વધીને 2,23,82,504 રૂપિયા થઈ ગઈ છે. આમાં ફિક્સ્ડ ડિપૉઝિટ, બેન્ક બેલેન્સ, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ, લાઇફ ઇંશ્યોરન્સ પૉલિસીઝ, જ્વેલરી અને રોકડ સામેલ છે. આની સાથે જ માહિતી આપવામાં આવી છે કે પીએમ મોદી પાસે અચલ સંપત્તિ નથી. પીએમ મોદીએ ગુજરાતના રેસિડેંશિયલ પ્લૉટમાં ઇન્વેસ્ટ કર્યું હતું, જેમાનો પોતાનો શૅર તેમણે દાન કરી દીધો.

રિપૉર્ટમાં કહેવામાં આવ્યું છે કે અચલ સંપત્તિની કૉલમમાં પીએમ મોદીને NIL બતાવાયા છે. આની નીચે એક નોટ છે, જેમાં લખ્યું છે, "અચલ સંપત્તિ સર્વેક્ષણ સંખ્યા 401/એ ત્રણ સંયુક્ત માલિકો સાથે સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું દરેક પાસે 25 ટકાનો બરાબર ભાગ હતો, જેમાંથી હવે પોતાનો કોઈ ભાગ નથી કારણકે આ દાન કરી દેવામાં આવ્યો છે." રિપૉર્ટમાં કહેવામાં આવ્યું છે કે પીએમ મોદીએ 45 ગ્રામ વજનની ચાર સોનાની વીંટી વિશે જાહેરાત કરી છે, જેની કિંમત 1,73,063 છે, જે ગયા વર્ષે 1,48,331 રૂપિયા હતી. પતિ કે પત્નીના સ્વામિત્વવાળી સંપત્તિના વિવરણની કૉલમમાં વડાપ્રધાને લખ્યું છે, "ખબર નથી."

આ મંત્રીઓની સંપત્તિની પણ જાહેરાત
રિપૉર્ટ પ્રમાણે, PMOની વેબસાઈટે તાજેતરની જાહેરાતમાં 10 કેન્દ્રીય મંત્રીઓની સંપત્તિ વિશે જણાવ્યું છે. આમાં રાજનાથ સિંહ, આરકે સિંહ, ધર્મેન્દ્ર પ્રધાન, હરદીપ સિંહ પુરી, જી કિશન રેડ્ડી, જ્યોતિરાદિત્ય સિંધિયા, પુરુષોત્તમ રૂપાલા, વી મુરલીધરન, ફગ્ગન સિંહ કુલસ્તે અને 6 જુલાઈ 2022ના પદભાર છોડનારા મુખ્તાર અબ્બાસ નકવી સામેલ છે. 30 કેબિનેટ મંત્રીઓમાંથી આઠ મંત્રીઓની સંપત્તિ વિશે માહિતી છે અને 45 રાજ્ય મંત્રીઓમાંથી 2ની માહિતી લિસ્ટમાં સામેલ છે. તો, સ્વતંત્ર પ્રભારવાળા બે રાજ્ય મંત્રીઓ વિશેની માહિતી મળતી નથી.

narendra modi national news