સોશિયલ મીડિયા પર ફૉલોઅર્સ મામલે મોદીએ ટ્રંપને છોડ્યા પાછળ

07 May, 2019 05:02 PM IST  |  મુંબઈ

સોશિયલ મીડિયા પર ફૉલોઅર્સ મામલે મોદીએ ટ્રંપને છોડ્યા પાછળ

સોશિયલ મીડિયા પર ફૉલોઅર્સ મામલે મોદીએ ટ્રંપને છોડ્યા પાછળ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં સોશિયલ મીડિયા પર સૌથી વધુ ફૉલો થતા રાજનેતા છે.  ફેસબુક, ટ્વિટ્ટર અને ઈન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર વડાપ્રધાનના ફોલોઅર્સની સંખ્યા રાહુલ ગાંધી કરતા સાડા નવ ગણા વધારે છે. સોશિયલ મીડિયા પર PM મોદીના 110, 912, 648 ફૉલોઅર્સ છે જ્યારે રાહુલ ગાંધીના માત્ર 1 કરોડ 20 લાખ છે.

વૈશ્વિક સ્તર પર વાત કરીએ તો નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા ફૉલોઅર્સની બાબતમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રંપને પણ પાછળ છોડ્યા છે. હવે ભારતના વડાપ્રધાન દુનિયાભરમાં બીજા સૌથી વધુ ફૉલો થતા રાજનેતા બન્યા છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા આ યાદીમાં પહેલા સ્થાન પર છે.

આ પણ વાંચોઃ ખતરામાં છે આફ્રિકાથી લઈને અમેરિકા, થઈ શકે છે તબાહ, જાણો કેમ

એક ઑનલાઈન સર્વેમાં આ ખુલાસો થયો છે. ગયા મહિને આવેલી Twiplomacyની રિપોર્ટના પ્રમાણે, ફેસબુક પર વડાપ્રધાન મોદી દુનિયાના સૌથી લોકપ્રિય નેતા છે. રિપોર્ટના પ્રમાણે વડાપ્રધાનના પોતાના ફેસબુક પેજ પર ચાર કરોડ 36 લાખથી વધારે લાઈક્સ છે. જ્યારે તેમના સરકારી પેજ પર એક કરોડ 37 લાખ લાઈક્સ છે.

narendra modi donald trump rahul gandhi