વારાણસીમાં PM મોદી, કહ્યુ- કાર્યકર્તાઓનો સંતોષ જ અમારો જીવનમંત્ર

27 May, 2019 01:55 PM IST  |  વારાણસી

વારાણસીમાં PM મોદી, કહ્યુ- કાર્યકર્તાઓનો સંતોષ જ અમારો જીવનમંત્ર

બાબાના શરણે પીએમ મોદી(તસવીર સૌજન્યઃ ANI)

લોકસભા 2019માં પ્રચંડ જીત બાદ વડાપ્રધાન મોદી આજે વારાણસી પહોંચ્યા છે. જ્યાં તેમણે બાબા વિશ્વનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી. હાલ તેઓ પંડીત દીનદયાળ હસ્તકલા સંકુલમાં ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યા છે. વડાપ્રધાન મોદી પહેલા ભાજપના અધ્યક્ષ અમિત શાહે પોતાના સંબોધનમાં કહ્યું કે મોદી દેશના સૌથી સફળ મુખ્યમંત્રી રહ્યા છે. કાશીનું સૌભાગ્ય છે કે મોદી અહીંના જનપ્રતિનિધિ છે.

વડાપ્રધાનની મુલાકાતની હાઈલાઈટ્સ
-વડાપ્રધાન મોદીએ કાશીમાં કહ્યું કે, કાર્યકર્તાઓએ મને કહ્યું હતું કે તમે નિશ્ચિત રહો અને જીત બાદ જ આવજો. એટલે જ હું મતદાનના દિવસે અહીં ન આવ્યો

-વડાપ્રધાન મોદીએ એમ પણ કહ્યું કે મારા કાર્યકર્તાઓનો આદેશ હતો એટલે જ હું મતદાબ બાદ કાશી ન આવ્યો અને બાબા કેદારનાથના શરણમાં ગયો.

-કાશીના લોકો ચૂંટણીને હાર કે જીતને રીતે નથી જોતા. તેઓ તેને લોકશિક્ષા, લોક સંપર્ક, લોકસંગ્રહ અને લોક સમર્પણના પર્વ તરીકે જુએ છે.

-અમિત શાહે પણ વડાપ્રધાન મોદીના ખૂબ જ વખાણ કર્યા. અમિત શાહે કહ્યું કે મોદીએ કાશીની જનતા પર ભરોસો કર્યો અનો લોકોએ એ ભરોસો સાર્થ કર્યો. યોગીના નેતૃત્વમાં જીત મળી.

-મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે ભાજપની આ મોટી જીતે ફરી એકવાર સાબિત કર્યું કે મોદી હૈ તો મુમકિન હૈ.

narendra modi varanasi Loksabha 2019