72 વર્ષની ઈચ્છા PM મોદીએ કરી પુરી, કરતારપુર કૉરિડોરનો કર્યો શુભારંભ

09 November, 2019 03:08 PM IST  |  Gurdaspur

72 વર્ષની ઈચ્છા PM મોદીએ કરી પુરી, કરતારપુર કૉરિડોરનો કર્યો શુભારંભ

તસવીર સૌજન્યઃ PM મોદી ટ્વિટર

કરતારપુર કૉરિડોર ચેકપોસ્ટનો વડાપ્રધાન મોદીએ શુભારંભ કર્યો છે. સાથે જે તેમણે પંજાબના પહેલા જથ્થાને પાકિસ્તાનમાં આવેલા શ્રી કરતારપુર કૉરિડોર માટે રવાના કર્યું. જેનાથી શીખોની 72 વર્ષ જૂની ઈચ્છા પુરી થઈ છે જથ્થામાં પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ, પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ સહિત 550 લોકો સામેલ છે. જેનું નેતૃત્વ શ્રી અકાલ તખ્ત સાહેબના જથ્થાદાર જ્ઞાની હરપ્રીત સિંહ કરી રહ્યા છે. મોદીએ ઝંડો બતાવ્યા બાદ વડાપ્રધાન મોદી ડૉ. મનમોહન સિંહ સાથે ઉમળકાભેર મુલાકાત કરી.

ચેકપોસ્ટના ઉદ્ધાટન પહેલા નરેન્દ્ર મોદીએ સમારોહમાં કહ્યું કે ભારતને નુકસાન કરનારી તાકતોથી સાવધાન રહો. આજે ઐતિહાસિક મોકો છે. ગુરૂ નાનકદેવની શિક્ષા અને શીખ ઈતિહાસ અને સાહિત્યને પ્રોત્સાહન આપવા માટે અનેક પગલાં લીધા છે. કૉરિડોર શરૂ થવાથી શિખોની ઈચ્છા પુરી થઈ છે. તેમણે શ્રી ગુરૂનાનક દેવની શિક્ષાઓનો પણ ઉલ્લેખ કર્યો. એ પહેલા તેઓ અવસર પર આયોજિત અરદાસમાં પણ સામેલ થયા.


વડાપ્રધાન મોદીએ કહ્યું કે દેશ માટે બલિદાન કરનારા લોકો માટે કેન્દ્ર સરકારે અનેક પગલાં લીધા છે. ગુરૂ નાનજી કહેતા હતા કે સંસારમાં સેવાનો માર્ગ અપનાવવાથી જ જીવન સફલ થાય છે. આવો સંકલ્પ લઈએ કે ભારતનું અહિત કરનારી તાકતોથી સાવધાન રહો. ગુરૂ નાનકની પ્રેરણા આજે પણ પ્રાસંગિક છે. તેમણે કહ્યું કે ગુરૂ નાનક દેવજી સાથે જોડાયેલા સ્થાનોને જોડવા માટે એક ખાસ ટ્રેન પણ ચલાવવામાં આવી રહી છે.

narendra modi pakistan punjab