સેના પર ભરોસો રાખો, પુલવામાના ગુનેગારોને મળશે સજાઃ PM મોદી

16 February, 2019 02:13 PM IST  |  યવતમાલ

સેના પર ભરોસો રાખો, પુલવામાના ગુનેગારોને મળશે સજાઃ PM મોદી

વડાપ્રધાન મોદીએ જનતાને આપ્યું આશ્વાસન(તસવીર સૌજન્યઃ ANI)

પુલવામા હુમલા બાદ જમ્મૂ-કશ્મીરમાં સુરક્ષાબળોએ સર્ચ ઑપરેશન વચ્ચે નરેન્દ્ર મોદીએ યવતમાલની રેલીમાં સૌથી મોટું એલાન કર્યું છે. તેમણે કહ્યું કે પુલવામામાં જે આતંકીઓએ ગુનો કર્યો છે, તે ગમે એટલું છુપાવવાની કોશિશ કરે, તેમને સજા આપવી પડશે.

વડાપ્રધાન મોદી આ નિવેદન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. પાકિસ્તાનની જમીન પર નાપાક કરતૂત કરનારા જૈશના સરગણા મસૂદ અઝહરની સામે ઓસામા બિન લાદેન જેવી કાર્રવાઈની માંગ કરી છે. વડાપ્રધાન મોદીએ એક વાર ફરી દેશવાસીઓને ભરોસો અપાવ્યો કે શહીદોનું બલિદાન વ્યર્થ નહીં થાય.

તેમણે આતંકનો જડબાતોડ આપવા માટે સુરક્ષાદળોને પુરી છૂટ આપવાની પણ વાત કરી. વડાપ્રધાન મોદીએ દેશવાસીઓ ધૈર્ય રાખવાની અપીલ કરતા કહ્યું કે જવાનો પર ભરોસો રાખો, ગુનેગારોને સજા જરૂર મળશે.

વડાપ્રધાન મોદીએ શું કહ્યું?
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'હું જાણું છું કે આપણે તમામ લોકો ઉંડા આઘાતમાંથી પસાર થઈ રહ્યા છે. તેને લઈને તમારો આક્રોશ હું સમજી શકું છું. જે પરિવારોએ પોતાના દીકરા ગુમાવ્યા છે, તેમની પીડા હું અનુભવી શકું છું. આ શહીદોનું બલિદાન વ્યર્થ નહીં જાય. આતંકી સંગઠનો, આતંકના સરપરસ્તોએ જે ગુનો કર્યા છે, તે ગમે એટલું છુપાવે તેમને સજા જરૂર મળશે.'

narendra modi jammu and kashmir terror attack yavatmal