વડાપ્રધાન મોદી આજે બપોરે પહોંચશે વારાણસી, દેવ દિવાળી ઉત્સવમાં થશે સામેલ

30 November, 2020 11:30 AM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

વડાપ્રધાન મોદી આજે બપોરે પહોંચશે વારાણસી, દેવ દિવાળી ઉત્સવમાં થશે સામેલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) દેવ દિવાળીના દિવસે વારાણસીમાં આગમનની પાછળ એક ઊંડો ઉદ્દેશ્ય છુપાયેલો છે. કોવિડ-19 સંક્રમણ કાળમાં કાશીમાંથી વિશ્વને કંઇક મોટો સંદેશ આપવાની ઇચ્છા છે. મહામારી વચ્ચે ઉત્સવ કેવી રીતે ઉજવવામાં આવે છે, તેનું સંપૂર્ણ ઉદ્દેશ્ય આમાં સમાયેલું છે.

વડાપ્રધાન મોદીના શહેરમાં મુખ્ય કાર્યક્રમ

વારાણસી- પ્રયાગરાજ, એનએચ-19 પર છ લેન પહોળી કરવાની યોજનાનું ઉદ્ઘાટન

શ્રી કાશી વિશ્વનાથ કૉરિડૉર પરિયોજના સ્થળનું નિરીક્ષણ તેમજ ભ્રમણ સાંજે 4.30 કલાકે

દેવ દિવાળી ઉત્સવમાં સામેલ સાંજે 5.20 કલાકે

દેવ દિવાળી અને લેઝર શૉ જોવાની સાથે જ સંત રવિદાસની પ્રતિમા પર માલ્યાર્પણ

સારનાથ પુરાતત્વ સ્થળે પ્રવાર સાંજે 7.50 કલાકે

આ કાર્યક્રમોનું લાઇવ ટેલિકાસ્ટ સીધું 135 દેશોમાં
જીવન જીવવાની આ પ્રેરણા આખા વિશ્વને આપવા માટે દેવ દિવાળીનું 135 દેશોમાં સીધું પ્રસારણ કરવામાં આવશે. દૂરદર્શનને આ જવાબદારી આપવામાં આવી છે. મિર્ઝામુરાદના ખજુરી ગામમાં આયોજિત જનસભાથી લઈને ગંગા ઘાટ પર દેવ દિવાળીને લઈને પ્રગટેલા દીવા સિવાય સારનાથમાં લાઇટ એન્ડ સાઉન્ડ સુધીના કાર્યક્રમને કવર કરવામાં આવશે. પીએમ મોદીનું સંબોધન બે સ્થળે થશે. જેમાં એક ખજુરી ગામમાં તો બીજું રાજઘાટ પર છે. બન્નેન સંબોધનમાં મંચ સામે 10-10 હજાર લોકોની હાજરી રહેશે. આ દરમિયાન કોરોના સંક્રમણને અટકાવવા માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી જાહેર શારીરિક અંતરનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે. ખજુરીમાં આયોજિત જનસભા તેમજ રાજઘાટ પર કાર્યકર્તા સંવાદમાં બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ દરમિયાન બે ફૂટના અંતરનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ માનક પર ખુરશીઓ મૂકવામાં આવી રહી છે. આ સિવાય લોકોએ માસ્ક પહેરવા ફરજિયાત છે. દરમિયાન માસ્ક વિતરણ પણ કરવામાં આવશે. આ સિવાય જનસભા તેમજ કાર્યકર્તા સંવાદ સ્થળે પણ પ્રવેશ પહેલા જ લોકોના હાથ સેનિટાઇઝ કરવામાં આવશે. સાથે જ થર્મલ સ્કેનિંગ પણ થશે. કાર્ય બ્લૂ પ્રિન્ટ પ્રમાંણે ગંગા ઘાટ પર દીવા પ્રગટાવ્યા પછી મનમોહક દ્રશ્ય સાથે જ નગરના રસ્તાઓ પર પણ પ્રગટાવેલા દીવા મૂકવામાં આવશે. આ પહેલી વાર હશે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેવ દિવાળીના અવસરમાં સામેલ થશે અને આખું વિશ્વ જોશે.

પીએમ નરેન્દ્ર મોદીના સ્વાગત માટે કાશી તૈયાર
દેવદિવાળી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે કાશી તૈયાર છે. જનસભા સ્થળથી લઈને ગંગા ઘાટ સુધી દીપોત્સવ અને ઉલ્લાસનો માહોલ છે. વડાપ્રધાન કાશીમાં અનેક કાર્યક્રમોમાં સામેલ થશે. ખજુરી ગામમાં જનસભા સ્થળથી 2447 કરોડથી બનેલા 73 કિલોમીટર 6 લેનની પહોડાઇનું લોકાર્પણ કરશે. રાજઘાટ પર દેવ દિવાળીનું શુભારંગ કરવાની સાથે જ પર્યટન વિભાગની વેબસાઇટ પણ લૉન્ચ કરશે. વડાપ્રધાન ચેતસિંહ ઘાટ પર લેઝર શૉ નિહાળી ગંગામાં નૌકા વિહાર પણ કરશે. ગંગા ઘાટ અને ગંગા પાર, મંદિરો અને મકાનોમાં 15 લાખથી વધારે દીવા પ્રગટાવવામાં આવશે. આ સિવાય શ્રીકાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન-પૂજન પણ કરશે. સારનાથમાં લાઇટ એન્ડ સાઉન્ડ જોશે.

narendra modi varanasi national news