રાહુલના ગઢ અમેઠીમાં PM મોદીએ કહ્યું- અમારી સરકારમાં જ ઉડશે પહેલું રાફેલ

03 March, 2019 07:29 PM IST  |  અમેઠી

રાહુલના ગઢ અમેઠીમાં PM મોદીએ કહ્યું- અમારી સરકારમાં જ ઉડશે પહેલું રાફેલ

વડાપ્રધાન મોદી અમેઠીમાં

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ગઢમાં અમેઠીમાં આજે પહેલી વાર વડાપ્રધાનના રૂપમાં પહેલીવાર સભા કરી. PM મોદી એ અમેઠીને 540 કરોડ રૂપિયાના પ્રોજેક્ટની ભેટ આપી. આ સાથે જ અહીંના વિકાસને પણ નવી દિશા આપી. જે બાદ તેમણે સંબોધન કરતા તેમણે વીર જવાનો, વિજયી ભારત અને ભારત માતાના જયકારા લગાવ્યા. જે બાદ વડાપ્રધાન મોદીએ અમેઠીની જનતાને જય રામજી કી કહ્યું. PM મોદીએ કહ્યું કે હું અમેઠીની ધરતીને નમન કરું છઉં. આજે હું ચાર વર્ષથી શરૂ થયેલી યોજનાઓનો વિસ્તાર કરવા આવ્યો છે.

સભાને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે આપણી સેનાએ 2005માં આધુનિક હથિયારોની જરૂર હોવાનું કહ્યું હતું. સેનાએ ત્યારે સરકાર સામે પ્રસ્તાવ પણ રાખ્યો હતો. જેને જોતા જ અમેઠીમાં આ ફેક્ટરીનું કામ શરૂ કરવામાં આવ્યું છે. તમારા સાંસદ રાહુલ ગાંધીએ 2007માં જ્યારે તેનો શિલાન્યાસ કર્યો, ત્યારે કહેવામાં આવ્યું હતું કે 2010માં તેમાં કામ શરૂ થઈ જાશે. કામ શરૂ થવું તો દૂરની વાત છે, ત્રણ વર્ષમાં પહેલાની સરકાર એ પણ ન નક્કી કરી શકી કે અહીં કેવા પ્રકારના હથિયાર બનશે, તેના માટે જમીન પણ ન આપવામાં આવી. વર્ષો સુધી કામ શરૂ જ ન થયું અને અમને કહે છે કે અમે ખોટું બોલીએ છે.

આ જ લોકો વર્ષો સુધી રાફેલ વિમાનના સોદાની વાત કરતા રહ્યા અને જ્યારે સરકારનો જવાનો સમય આવ્યો કો તેને કોરાણે મુકી દીધો. અમારી સરકાર આવી અને દોઢ વર્ષમાં જ સોદા પર મહોર લગાવી. બસ થોડા જ મહીનાઓમાં દુશ્મનોના હોશ ઉડાવવા માટે પહેલું રાફેલ વિમાન ભારતના આકાશમાં હશે. દેશને આધુનિક રાઈફલ જ નહીં, આધુનિક બુલેટપ્રૂફ જેકેટ જ નહીં, આધુનિક તોપ માટે પણ આ લોકોએ જ રાહ જોવાડાવી છે. આ તો અમારી સરકાર છે જેણે આધુનિક હૉવિટ્ઝર તોપનો સોદો કર્યો અને હવે તે ભારતમાં જ બની રહી છે.
કોંગ્રેસ પર પ્રહાર કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે તેમને ખબર નથી કે આ મોદી છે. હવે તો અમેઠીમાં બનનારી દરેક રાઈફલ મેઈડ ઈન અમેઠીના નામથી ઓળખાશે. હવે અમેઠીમાં એકે-47 સીરિઝના સૌથી નવા હથિયારો બનશે. અહીં બનેલી રાઈફલ નક્સલીઓ અને આતંકીઓ સાથે થતી મુઠભેડમાં સૈનિકોને મદદરૂપ થશે. અહીં બનતી રાઈફલની ભારત નિકાસ પણ કરશે.

વડાપ્રધાન મોદી સાથે અમેઠીની જનતાને સંબોધન કરવા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રક્ષામંત્રી નિર્મલા સીતારમન અને અમેઠીથી લોકસભાની ચૂંટણી લડી ચુકેલા સ્મૃતિ ઈરાની પણ હાજર રહ્યા. તેમણે પણ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા.

narendra modi smriti irani nirmala sitharaman yogi adityanath