પટના રેલીમાં ગર્જ્યા PM મોદી, દેશના દુશ્મનોનો લેશે હિસાબ

03 March, 2019 03:51 PM IST  |  પટના

પટના રેલીમાં ગર્જ્યા PM મોદી, દેશના દુશ્મનોનો લેશે હિસાબ

પટનામાં વડાપ્રધાન મોદીની રેલી

લોકસભા ચૂંટણી પહેલા આજે પટનાના ગાંધી મેદાનમાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધને સંકલ્પ રેલીના માધ્યમથી પોતાની તાકાત બતાવી. આ ઐતિહાસિક રેલીમાં વડાપ્રધાન મોદીને સાંભળવા માટે ભારે ભીડ ઉમટી હતી. રેલીને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ બિહારમાં થઈ રહેલા વિકાસ માટે મુખ્યમંત્રી નીતીશ કુમારના વખાણ કર્યા. સાથે જ વિપક્ષના મહાગઠબંધન પર પ્રહારો કર્યા. તેમણે ગર્જના કરતા કહ્યું કે તેમની સરકાર દેશના દુશ્મનો પાસેથી ગણી-ગણીને હિસાબ લેશે. તેમણે લોકોને એ પણ આશ્વાસન આપ્યું કે દેશો ચોકીદાર સાવધાન છે.

વડાપ્રધાન મોદી પહેલા જેડીયૂના સુપ્રીમો નીતીશ કુમારે સંબોધન કર્યું. આ પહેલા લોજપાના સુપ્રીમો અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને પણ રેલીને સંબોધન કર્યું.

આશ્વસ્ત રહો, ચોકીદાર સાવધાન છેઃ PM
વડાપ્રધાન મોદીએ ભારત માતાની જય સાથે પોતાનું સંબોધન શરૂ કર્યું. બાદમાં મૈથિલી, મગહી અને ભોજપુરીમાં જનતાનું અભિવાદન કર્યું. બિહારની વિભૂતિઓને પણ યાદ કર્યા. તેમણે પુલવામાના શહીદ સંજય સિન્હા અને રતન ઠાકુર તથા શહીદ પિંટૂ કુમાર સહિત બિહારના તમામ શહીદોને નમન કર્યાં.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મુખ્યમંત્રી નીતીશ કુમારના નેતૃત્વમાં બિહાર જૂના દૌરમાંથી બહાર નીકળી રહ્યું છે. નીતીશ કુમાર અને સુશીલ મોદીની જોડીએ બિહારમાં અદ્ભૂત કામ કર્યું છે. બિહારને અપરાધ અને ભ્રષ્ટાચારથી મુક્ત કરાવવાનો સંકલ્પ લઈને તેને ખરાબ સ્થિતિમાંથી બહાર કાઢવામાં આવ્યું છે. બિહાર વિકાસની ઝડપ પકડે તે માટે અમારો સતત પ્રયાસ છે.

બિહારની ચર્ચા કરતા તેમણે કહ્યું કે નીતીશ કુમારે નળમાં પાણી આપ્યું. સાત કરોડ ગરીબ બહેનોને રાંધણ ગેસના કનેક્શન આપ્યા છે. હવે પાઈપથી પણ ગેસ આપવામાં આવી રહ્યો છે.

પટનામાં મેટ્રોનું કામ શરૂ થઈ ચુક્યું છે. પટના જંક્શનને આધુનિક બનાવવામાં આવી રહ્યું છે. બિહારના વિકાસની ગતિમાં કેંદ્રનો સહયોગ રહ્યો છે. વડાપ્રધાને કહ્યું કે સરકાર લૂટ, ભ્રષ્ટાચાર, વચેટિયાની સંસ્કૃતિ પર રોક લગાવી છે. જેનાથી પ્રભાવિત લોકો ચોકીદારથી પરેશાન છે. તેમને ગાળો આપવાની સ્પર્ધા ચાલી રહી છે. પરંતુ તમે આશ્વસ્ત રહો, તમારો ચોકીદાર સાવધાન છે. ગરીબોના હકના નિર્ણય લેવામાં આવ્યા છે અને લેવામાં આવશે.

વડાપ્રધાન મોદીની રેલીમાં મોદી માસ્ક સાથે લોકો

સાથે વડાપ્રધાને કહ્યું કે અમે સવર્ણ ગરીબોને 10 ટકા અનામત આપ્યું છે. આ અનામત અન્ય ક્વૉટા સાથે છેડછાડ કર્યા વગર આપવામાં આવ્યું છે.

સંકલ્પ રેલીમાં મુખ્યમંત્રી નીતીશ કુમારે પુલવામા હુમલા બાદ વડાપ્રધાન મોદીના નિર્ણયની પ્રશંસા કરાત કહ્યું કે ભારતે આતંકવાદનો કડક ભાષામાં જવાબ આપ્યો છે. કહ્યું કે આતંકવાદીઓની સામે વડાપ્રધાને જે પહેલ કરી, તે બાદ આતંકવાદની સામે તમામ લોકો એકજુટ થયા છે. કહ્યું કે, હું દેશની સેના અને સુરક્ષા દળોને સલ ામ કરું છું. આતંકવાદ સામેની લડાઈમાં બિહાર સાથે છે. આતંકવાદ સાથે કોઈ સમજૂતી નહીં થાય.


narendra modi nitish kumar patna